વડોદરા: ઉમેદવારી પાછી ખેંચવાનું ભાજપના રંજન ભટ્ટે કારણ જણાવ્યું

PC: livehindustan.com

ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે ભાજપના ઉમેદવારે બળવો થવાના ડરને કારણે ઉમેદવારી પાછી ખેંચી લીધી હોય. ભાજપે જેમને વડોદરાની લોકસભા બેઠક પરથી ત્રીજી વખત રિપીટ કરેલા રંજન ભટ્ટે શનિવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં રંજન ભટ્ટ રડી પડ્યા હતા.

મીડિયા સાથેની વાતચીતમાં રંજન ભટ્ટે કહ્યું કે, પાર્ટીએ મને ફરી લોકસભા લડવાની તક આપી, પરંતુ વડોદરામાં છેલ્લાં 10 દિવસથી વાતાવરણ બગડી ગયું છે. મારા પર ખોટા ખોટા આક્ષેપો મુકવામાં આવી રહ્યા છે. આ વાતનું મને ઘણું દુખ છે એટલે પાર્ટીની અને વડોદરાની બદનામી ન થાય એટલા માટે મેં ઉમેદવારી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો હતો.

રંજન ભટ્ટે કહ્યું કે, મારા પુત્રનો ઓસ્ટ્રેલિયામાં મોલ છે એવો આક્ષેપ મુકવામાં આવ્યો છે જે આરોપ પણ ખોટો છે. મોલની વાત તો દુર મારા દીકરાની કોઇ નાનકડી દુકાન પણ ઓસ્ટ્રેલિયામાં નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp