નવરાત્રીમાં ડ્રગ્સ લઈને દાંડીયા રમાય છે?

PC: livemint.com

ગુજરાતની ભાજપ સરકારનું ગૃહ ખાતું માને છે કે, યુવાનો નવરાત્રીમાં માતાજીના ગરબા ડ્રગ્સ લઈને કરે છે. પોલીસ દ્વારા યુવાનોમાં ડ્રગ્સના વધી રહેલા પ્રમાણને કારણે પોલીસ તંત્રએ એન્ટી ડ્રગ્સ કેમ્પેઇન શરૂ કર્યું છે. ડ્રગ્સના બંધાણી યુવાનોએ કયા પ્રકારના ડ્રગ્સનું સેવન કર્યુ છે તેનો ઘટસ્ફોટ કરતી એબોન નામની એક ડિવાઇસ વડોદરા પોલીસે ખાસ યુરોપથી મંગાવી છે. જેનો ઉપયોગ નવરાત્રીમાં શરૂ કરાયો છે. નવરાત્રી રમતાં યુવાનો ડ્રગ્સ લેતા હોવાનું પોલીસ માની રહી છે. તેથી નવરાત્રી સમયે ડિવાઇસનો ઉપયોગ કરીને ડ્રગ્સના નેટવર્કને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

દારૂનો નશો કરનારને પકડવા માટે બ્રેથએનલાઇઝર છે પણ ડ્રગ લીધું હોય તો તે પકડવા માટે કોઈ સાધન આજ સુધી ન હતું. નશેડીઓને પકડવા માટે યુરોપથી ખાસ ડિવાઇસ મંગાવવામાં આવી છે. રૂા.500ની કિંમતની એક એવી સો જેટલી એબોન ડિવાઇસ મંગાવવામાં આવી છે. એક મહિના પહેલાં ડ્રગ લીધું હોય તો તે પણ પકડી લેવાશે. વડોદરામાં તેનો ઉપયોગ નવરાત્રીમાં શરૂ કર્યો છે. ખાસ ઓપરેશન જૂથ દ્વારા 60 પોલીસની ટુકડી બનાવીને હાલ નવરાત્રીમાં યુવાનોની તપાસ કરવામાં આવી રહી છે.

એબોન નામના ડિવાઇસમાં ડ્રગ્સના બંધાણીના લેવામાં આવેલા મૂત્રમાં પોલીસ બોળે છે અને જો નશો કરેલો હોય તો તેની નવરાત્રીમાં જ પકડી લેવાશે. એબોનને યુરીનમાં ડૂબાડવામાં આવતાં ડ્રગ્સ લીધું હોય તો મૂતર લાલ થઇ જશે. ઉપરાંત ડ્રગીસ્ટની સલાઇવા – મોં દ્વારા નીકળતી લાળ-થુંકથી પણ તપાસ થઈ શકે છે. જો યુવતીએ નશો કરેલો હશે તો તેને લાળની મદદથી પકડાશે અને યુવાનોને પેશાબથી તપાસવામાં આવી રહ્યાં છે.

પોલીસ માને છે કે, નવરાત્રીમાં યુવાધન અફિણ, ગાંજો ઉપરાંત ગાયનેકમાં વપરાતા ફેન્ટામાઇન ઇન્જેક્શનનો ડ્રગીસ્ટો ઉપયોગ કરી રહ્યા છે. પોલીસ તંત્ર અનેક વખત અફીણ, ગાંજો તેમજ ફેન્ટામાઇન ઇન્જેક્શનોનો વેપાર કરતા લોકોને પકડી લીધા છે. હવે નશો કરેલાને તુરંત ઓળખીને પકડી લેવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp