રાહુલ ગાંધીની સજાનો હવાલો આપી વડોદરા કોંગ્રેસનો ભાજપા સામે મોરચો, કરી આ માગ

PC: indiatimes.com

વડોદરામાં ભાજપાના વોર્ડ નંબર 18ના કોર્પોરેટરને કોર્ટ દ્વારા એક વર્ષની સજા આપવા પર કોંગ્રેસે તેમને ડિસ્ક્વોલિફાઈ કરવાની માગ કરી છે. વડોદરાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશીએ કહ્યું કે ગુજરાત પ્રોવિંશિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949માં 6 મહિનાથી વધારાની સજા થવા પર અયોગ્ય જાહેર કરવાની જોગવાઈ છે. જોશીએ વડોદરા નગર પાલિકાના સચિવને લખેલા પત્રમાં આ માગ કરી છે. તેમણે પોતાના આ પત્રમાં રાહુલ ગાંધીની અયોગ્યતાનો હવાલો આપી તરત કાર્યવાહી કરવાની માગ કરી છે.

કોર્પોરેટરને એક વર્ષની સજા

VMCના વોર્ડ નંબર 18થી ભાજપાના કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડને એક કેસમાં વડોદરાની સીજેએમ કોર્ટે 1 વર્ષની સજા આપી છે. આ કેસ ચેક બાઉન્સથી જોડાયેલ છે. આ ચેક 1 કરોડની આસપાસનો હતો. જોશીએ તેમના પત્રમાં લખ્યું કે, પહેલા પણ કલ્પેશ પટેલને વધુ એક કેસમાં સજા થઇ હતી. ત્યાર પછી પણ નગર પાલિકાએ આ વાતને ધ્યાનમાં લીધી નહોતી.

વોર્ડ 18થી ભાજપા કોર્પોરેટર વડોદરા નગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના પણ સભ્ય છે. અહીં નગર પાલિકામાં ભાજપાનું વર્ચસ્વ છે. ભાજપાના કુલ કોર્પોરેટરોની સંખ્યા 69 છે તો કોંગ્રેસની પાસે સદનમાં માત્ર 7 કોર્પોરેટર્સ છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરત કોર્ટના ચૂકાદા પછી બીજા જ દિવસે અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા હતા. ત્યાર પછી રાહુલ ગાંધી સંસદના સભ્ય પણ રહ્યા નહીં. સજા પર રોકની તેમની અરજી સેશંસ અને હાઈકોર્ટે નકારી દીધી છે. ત્યાર પછી હવે રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટમાં ગયા છે. જ્યાં તેમની અરજી પર 4 ઓગસ્ટના રોજ સુનાવણી થશે. વડોદરાના કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ રાહુલ ગાંધીના આ કેસ પર થયેલી કાર્યવાહીને ધ્યાનમાં લઇ ભાજપા કોર્પોરેટર સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.

વોર્ડ નંબર 18થી ભાજપા કોર્પોરેટર કલ્પેશ પટેલ પહેલીવાર વિવાદમાં આવ્યા નથી. આ પહેલા પણ કલ્પેશ પટેલ ચેક બાઉન્સ સહિત અન્ય ઘણાં કેસોને લઇ ચર્ચામાં આવી ચૂક્યા છે. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં કલ્પેશ પટેલે પોતાના વિસ્તારમાં એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પરવાનગી લીધા વિના રસ્તા પર કાર્યક્રમ કરવા પર પોલીસે કાર્યવાહી કરી હતી. જોકે, ત્યાર પછી આ કિસ્સામાં PIને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે વડોદરા પોલીસના અધિકારીઓએ કહ્યું હતું કે સ્થાનિક પોલીસે સમય રહેતા કાર્યવાહી કરી નહોતી. કાર્યક્રમ શરૂ થયા પછી બંધ કરવામાં આવ્યો. માટે PIને સસ્પેન્ડ કરવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp