વડતાલ ધામ દ્વિશતાબ્દિ મહોત્સવ: 200 ગાયના ગોબરમાંથી ઝુમ્મર

વડતાલના મંદિરને 200 વર્ષ પુરા થવાને કારણે દ્વિશતાબ્દિ મહોત્સવનું 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે. શ્રી લક્ષ્મીનારાયણ દ્વિશ્તાબ્દિ મહોત્સવમાં લાખો લોકો આવી રહ્યા છે. આ મહોત્સવમાં 7 વિઘા જમીનમાં ગૌમહિમાનું એક પ્રદર્શન રાખવામાં આવ્યું છે.

પ્રદર્શનમાં ગૌમાતાના પૂજનથી માંડીને સેવા કેવી રીતે કરવી તે વાત સમજાવવામાં આવી છે. ગ્રામીણ જીવન અને પ્રાકૃતિક ખેતીના મહત્ત્વ વિશે પણ કહેવામાં આવ્યું છે.

ધાંગ્રધાના શાસ્ત્રી અને જેમને ગૌમહિમા પ્રદર્શનની જવાબદારી સોંપવામાં આવી છે તેવા વિવેક સાગરે કહ્યુ હતું કે, મોબાઇલના રેડીએશનથી માનવ જીવનને જોખમ છે તેને નિવારવા માટે માટી અને ગાયના ગોબરથી એક ચિપ્સ બનાવવામાં આવી છે જેનું લાઇવ ડેમો કરવામાં આવી રહ્યું છે.

ગાયના ગૌમૂત્ર અને ગોબરમાંથી 1 હજારથી વધારે પ્રોડક્ટસ બને છે. રોગનો ઇલાજ અને ઘરના સુશોભનની વસ્તુઓ પણ બને છે. પ્રદર્શનમાં 200થી વધારે ગાયના ગોબરમાંથી ઝુમ્મર બનાવવામાં આવ્યું છે.

4 વેદ મંત્રો માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથી દેવો ભવનું મહત્ત્વ પણ દર્શાવવામાં આવ્યું છે. શનિવારે 5100 વાનગીઓને મહાઅન્નકુટ રાખવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp