દિગ્ગજ નેતા અહેમદ પટેલના સંતાનોએ હવે ટિકીટ માટે કોંગ્રેસ સાથે લડવું પડે છે

PC: ndtv.com

ગુજરાતની ભરૂચ બેઠક પર આમ તો કોંગ્રેસ અને AAPના ગઠબંધનની જાહેરાત કરી દેવામાં આવી છે, પરંતુ જે ભરૂચ બેઠક પર એક જમાનામાં કોંગ્રેસ નેતા સ્વ. અહેમદ પટેલનો ડંકો વાગતો હતો, જેમનું કોંગ્રેસમા ખાસ્સું વજન રહેતું હતું અને જેઓ ચૂંટણીમાં કયા ઉમેદવારને ટીકીટ આપવી તે નક્કી કરતા હતા, તે અહેમદ પટેલના સંતાનોને આજે ભરૂચ બેઠક પર લોકસભાની ટિકીટ માટે કોંગ્રેસ સાથે લડાઇ કરવી પડે છે.

અહેમદ પટેલને ગુજરાત કોંગ્રેસના ડેમેજ કંટ્રોલર અને ફાયર બ્રાન્ડ નેતા તરીકે ઓળખવામાં આવતા હતા. તેઓ ગાંધી પરિવારની એકદમ નજીક હતા. તેઓ 3 વખત લોકસભા જીત્યા હતા અને 2 વખત રાજ્યસભા સાંસદ રહ્યા હતા. 2001થી અહેમદ પટેલ સોનિયા ગાંધીના સલાહકાર હતા અને તેમનું 2020માં નિધન થયું ત્યાં સુધી સોનિયા ગાંધીના સલાહકાર રહ્યા હતા.

અહેમદ પટેલના સંતાનો દીકરી મુમતાઝ પટેલ અને દીકરો ફૈઝલ પટેલ ઘણા સમયથી ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવાની માંગ કરી રહ્યા હતા, પરંતુ કોંગ્રેસે આ બેઠક આમ આદમી પાર્ટીના ખોળે ધરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp