ગુજરાત વીજક્ષેત્રે આત્મનિર્ભર બનવા જઇ રહ્યું છેઃ વિભાવરીબેન દવે

PC: Khabarchhe.com

ગુજરાત સરકારની પ્રેસ રીલિઝ મુજબ મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં કિસાન સુર્યોદય યોજનાનો પ્રારંભ કરતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જવા માટે સરકાર કટિબદ્ધ બની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સહિત અનેક યોજનાઓ અમલી બનાવી છે. રાજ્ય સરકારે પણ સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના ખેડૂતોને સીધી મદદ આપી છે.

મહેસાણા જિલ્લા પ્રભારી મંત્રી વિભાવરીબેન દવેએ ઉમેર્યું હતું કે ગુજરાત ઉત્તમથી સર્વોત્તમ તરફ આગળ વધી રહ્યું છે.કિસાન સૂર્યોદય યોજનાથી રાજ્યના તમામ ગામડાઓને આવરી લેવામાં આવનાર છે.કિસાન સૂર્યોદય ચોજનાના બીજા તબક્કામાં 952 ફીડરો દ્વારા 2702 ગામોના 2,24,725 ખેડૂતોને આવરી લેવામાં આવનાર છે.ઉત્તર ગુજરાત વીજકંપની લીમીટેડના 05 જિલ્લાઓના 589 ગામોના 45 હજારથી પણ વધુ ખેડૂતો લાભાંવિત થનાર છે તેમ જણાવ્યું હતું.

મંત્રી વિભાવરીબેન દવેએ ઉમેર્યું હતું કે કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કામાં જિલ્લાના 107 ગામોના ખેડૂતોને લાભ મળનાર છે.જેમાં કડી તાલુકાના 42 ગામના 1181 ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાનો લાભ શરૂ થયેલ છે તેમજ તબક્કાવાર આ યોજનામાં જિલ્લા અને તાલુકાના તમામ ગામડાઓને સમાવેશ કરવામાં આવનાર છે. વિભાવરીબેન દવેએ ઉમેર્યું હતું કે છેલ્લા વર્ષોમાં સરકારે વીજક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે,. રાજ્ય સરકારે 2, 23, 000 ખેત વીજ જોડાણ વધારીને છેલ્લા 20 વર્ષમાં 12 લાખ ખેત વીજ જોડાણ આપ્યા છે.જેમાં મહેસાણા જિલ્લામાં 42401 ખેત વીજ જોડાણથી વધીને 90 હજાર ખેત વીજ જોડાણ થયા છે.આ ઉપરાંત રાજ્યમાં 702 સબ સ્ટેશનો વધીને આજે 1319 થયા છે.સરકારની કુનેહને પગલે ભુતકાળમાં 1900 મેગાવોટ ખાધ ઘટીને વીજક્ષેત્રે આપણે સરપ્લસ થયા છે.

વિભાવરીબેને ઉમેર્યું હતું કે સૂર્યઉર્જાનો મહત્તમ સરકારે ઉપયોગ કર્યો છે. કચ્છમાં વિશ્વનો સૌથી મોટો પ્લાન્ટ બનવા જઇ રહ્યો છે. આગામી સમયમાં મોઢેરા ગામ સોલરરાઇઝેશન થવાનું છે જેમાં મોઢેરા ગામના 1600 ગ્રાહક, 304 સ્ટ્રીટલાઇટને 24 કલાક 07 દિવસ સોલર વીજ મળશે તેમ જણાવ્યું હતું

કડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય કરશન સોલંકી, ડિસ્ટ્રીકબેન્કના ચેરમેન વિનોદ પટેલ, અગ્રણી અરવિંદ પટેલ, અધિક્ષક ઇજનેર આર.પી.પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp