વિજય રૂપાણી અનિર્ણાયક બની ગયા છે?

PC: mid-day.com

નવી સરકાર બની તેમ છતાં કેન્દ્રની ભાજપ સરકારને પૂછ્યા વગર ગુજરાતના મુખ્ય પ્રધાન રૂપાણી પાણી પણ પીતા નથી. કેન્દ્રમાં બેઠેલા નેતાઓ કહે એટલું જ તેઓ કહી રહ્યાં છે. રાજપાના દિલીપ પરીખ અને કોંગ્રેસના અમરસિંહ ચૌધરી જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે તેઓ સૌથી નબળા અને નેતા કહે એટલું જ કરનારા મુખ્ય પ્રધાન હતા. હવે તેમાં ત્રીજા કહ્યાગરા મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણીનું સ્થાન આવી ગયું છે.

ચૂંટણી જીતવા અને સત્તા મેળવવામાં ભાજપના કાર્યકરોનો ઉપયોગ કરી લીધા પછી સત્તાની ફેણ પર એકલા જ બેસવા માટે રૂપાણી માનસિકતા ધરાવે છે. બોર્ડ કોર્પોરેશન અને અનેક સમિતિઓમાં ભાજપના કાર્યકરોને કોઈ સ્થાન આપવામાં આવતું નથી. જ્યારે મુખ્ય પ્રધાને પોતાના નજીકના રાજકોટના ત્રણ લોકોને બોર્ડ કોર્પોરેશમાં સ્થાન અપાવી દીધું છે. પણ સામાન્ય કાર્યકરો અને બીજા જૂથના નેતાઓને કોઈ સ્થાન આપવામાં આવતું નથી. તેથી ભાજપના કાર્યકરોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.

સરકાર અને બીજા સંસ્થાઓમાં 12 હજારથી પણ વધારે નિયુક્તિઓ સરકાર દ્વારા થતી હોય છે. પણ તેમાં હાલ 200થી વધારે નિમણૂક આપવામાં આવી નથી. જ્યારે ઉપરથી તેમને કહેવામાં આવશે ત્યારે જ તેઓ આવી નિમણૂંક આપશે. વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળમાં છેલ્લાં ત્રણ મહિનાથી અધ્યક્ષનું પદ ખાલી છે. તેની નિમણૂક કરવામાં આવતી નથી. જ્યાં ભાજપના કાર્યકર નિયુક્ત થવા જોઈએ ત્યાં હાલ વડોદરા કલેક્ટર ફરજ બજાવી રહ્યાં છે.

આમ અધિકારીઓ વધારે સત્તા ભોગવે છે પણ ભાજપના કાર્યકરોને ઈરાદાપૂર્વક સત્તાથી દૂર રાખવામાં આવી રહ્યાં છે. રૂપાણી પોતે અનિર્ણયક એટલા માટે છે કારણ કે ઉપરથી કોઈ મંજૂરી ન આવે ત્યાં સુધી કંઈ જ તેઓ કરી શકે તેમ નથી. પહેલાં જે રીતે કોંગ્રેસની સરકારો દિલ્હી આલાકમાન્ડ કહે એટલું જ કરતી હતી એવું હવે ભાજપમાં થઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp