ગુજરાતઃ સોનાની શોધમાં ખોદકામ, ગ્રામજનોને મળ્યો ખજાનો, પુરાતત્વવિદ પણ ચોંક્યા

PC: indiatoday.in

કચ્છ જિલ્લાના હડપ્પન યુગના ધોળાવીરા વિશ્વ ધરોહર સ્થળથી 50 કિલોમીટર દૂર લોદ્રાણી ગામમાં સોનું છુપાયેલું છે. એવી આશાથી લગભગ 5 વર્ષ અગાઉ ગામના કેટલાક લોકોએ મળીને સોનાનો ખજાનો શોધવા માટે ખોદકામ શરૂ કરી દીધું હતું. એ જગ્યાએ સોનું તો ન મળ્યું, પરંતુ જે મળ્યું એ બેઝકિંમતી છે. ગ્રામજનોને હડપ્પાકાલીન યુગની સભ્યતાની એક કિલ્લાબંધ વસ્તી અને એ સમયના વાસણો મળ્યા છે. ખેડૂત નાથુભાઈ મકવાણાએ ધોળાવીરા હડપ્પન સાઇટના જૂના ગાઈડ અને પોતાના સંબંધી જેમલ મકવાણાને આ બાબતે જાણકારી આપી.

તેમણે ઘટનાસ્થળ પર પહોંચીને જોયું તો તેમને પણ ખૂબ હેરાની થઈ કેમ કે તે એકદમ ધોળાવીરાની હડપ્પા સભ્યતા જેવા નજરે પડતા અવશેષ હતા. જેમલભાઈ મકવાણાએ તાત્કાલિક આ બાબતે ASI ના પૂર્વ DGP અને પુરાતત્ત્વવિદ અજય યાદવ સાથે સંપર્ક કર્યો, જે હાલમાં ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ આર્કિયોલોજીના રિસર્ચ સ્કૉલર છે. પુરાતત્વવિદ અજય યાદવ અને તેમની સાથે ઓક્સફોર્ડની સ્કૂલ ઓફ આર્કિયોલોજીના પ્રોફેસર ડેમિયન રૉબિન્સન કચ્છ પહોંચ્યા અને તેમણે પુરાતત્વ સાઇટની મુલાકાત લીધી.

સ્થાનિક ખેડૂત નાથુભાઈ મકવાણાએ કહ્યું કે, આ પુરાતત્વ, તો વર્ષોથી અહી છે, પરંતુ કોઇની તેના પર નજર ન પડી. ઘણા બધા લોકો સોનાની શોધમાં અહી ખોદકામ કરતા હતા, પરંતુ મહિના અગાઉ તેમણે સાઇટની મુલાકાત લીધી તો તેમને લાગ્યું કે આ કોઈ દબાયેલું જૂનું શહેર લાગે છે. ત્યારબાદ તેમણે આ જાણકારી જેમલભાઈ મકવાણાને આપી. ત્યારબાદ ખબર પડી કે એ તો એક હેરિટેજ સાઇટ છે. જે હડપ્પાકાલીન સભ્યતાના સમયની છે. પુરાતત્વવિદ અજય યાદવ અને પ્રોફેસર ડેમિયન રૉબિન્સને જણાવ્યું કે નવી જગ્યાની પુરાતત્વ સાઇટની બનાવટ ધોળાવીરા સાથે ખૂબ મળે છે. થોડા પથ્થરોને હટાવીને જોયું તો ત્યાં ઘણા બધા અવશેષ મળ્યા, જે હડપ્પા યુગના હતા.

અજય યાદવે કહ્યું કે પહેલા આ જગ્યાએ મોટા મોટા પથ્થરોના ઢગ સમજીને ગ્રામજનોએ નજરઅંદાજ કરી દીધા હતા. ગ્રામજનોને લાગતું હતું કે અહી મધ્યકાલીન કિલ્લો અને દબાયેલો ખજાનો છે, પરંતુ અમે તેની તપાસ કરી તો અમને હડપ્પાકાલીન વસ્તી મળી. અહી લગભગ 4,500 વર્ષ અગાઉની આખી સભ્યતાનું શહેર હતું. આ જગ્યાને અમે જાન્યુઆરીમાં શોધી કાઢી છે અને તેનું નામ મોરોધારો રાખવામાં આવ્યું છે જેનો અર્થ નમકીન અને પીવા યોગ્ય પાણી છે. પુરાતત્વવિદ અજય યાદવ મુજબ ખોદકામથી ઘણા બધા હડપ્પાકાલીન વાસણ મળ્યા છે જે ધોળાવીરામાં જોવા મળતા અવશેષો જેવા છે.

આ પુરાતત્વ સાઇટ હડપ્પાકાળના (2,600-1,900 ઇ.સ. પૂર્વ)થી (1,900-1,300 ઇ.સ. પૂર્વ) ચરણની લાગે છે. બંને પુરતત્વવિદોનું કહેવું છે કે વિસ્તૃત તપાસ અને ખોદકામથી અન્ય મહત્ત્વની જાણકારીઓ મળશે. પરંતુ આ હેરિટેજ સાઇટને લઈને અમારી સૌથી મહત્ત્વપૂર્ણ શોધ એ છે કે મોરોધારો અને ધોળાવીરા બંને જ સમુદ્ર પર નિર્ભર હતી. જો કે, આ સાઇટ, રણ (મરૂસ્થળ)ની ખૂબ નજીક છે. એટલે એ માની લેવાનું યોગ્ય છે કે ધોળાવીરાની જેમ આ શહેર પણ હજારો વર્ષ અગાઉ જમીનમાં દફન થઈ ગયું, જે પછી મરૂસ્થળ બની ગયું.

હાલમાં પુરતત્વવિદે આ જગ્યા પર વિસ્તારથી રિસર્ચ અને ઉત્ખનન કરવાની માગ કરી છે. આશા છે કે ઉત્ખનનથી હડપ્પા યુગ બાબતે ઘણી બધી મહત્ત્વની જાણકારીઓ મળશે. આ બાબતે જો સ્થાનિક પુરાતત્વ અને ધોળાવીરા સાઇટના ગાઈડ જેમલભાઈ અને નાથુભાઈ મકવાણા જાણકારી ન આપતા તો આ પુરાતત્વ સાઇટની જાણકારી દુનિયા સામે ન આવતી. ગામના સ્થાનિક લોકો આ અવશેષો જોઈને હેરાન છે. ઉલ્લેખનીય છે કે એ થોડું અલગ લાગી રહ્યું છે કે તેમના ગામની બેખડ જેવા વિસ્તારમાં એવી બેઝકિંમતી 4,500 વર્ષ જૂની પુરાતત્વ સાઇટ છે.

ઉલ્લેખનીય છે કે, ધોળાવીરાના અવશેષ જ્યારે મળ્યા ત્યારે વર્ષ 1967-68માં પુરતતવિદ જે.પી. જોશીએ ધોળાવીરાના 80 કિલોમીટરના દાયરામાં એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. તેમણે આસપાસમાં એક હડપ્પા સ્થળ હોવાની આશંકા વ્યક્ત કરી હતી, પરંતુ ત્યારે કોઈ પૂરતા પુરાવા મળ્યા નહોતા. ત્યારબાદ વર્ષ 1989 થી વર્ષ 2005 વચ્ચે ધોળાવીરા ઉત્ખનન દરમિયાન પુરાતત્વ વિશેષજ્ઞોએ પણ આસપાસના વિસ્તારોની મુલાકાત લીધી. જો કે, ત્યારે પણ તેમના હાથમાં કંઇ લાગ્યું નહોતું, પરંતુ હવે જ્યારે ગ્રામજનોએ ખજાનાની લાલચમાં શોધ શરૂ કરી તો બેઝકિંમતી હડપ્પા યુગના અવશેષ મળી ગયા છે. જો ગ્રામજનોએ ખજાનાની શોધમાં ખોદકામ ન કર્યું હોત તો ભારતની પ્રાચીન સભ્યતાનો એક મહત્ત્વનો ટુકડો દફન જ રહી જતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp