મહાઠગ વિનય શાહને નેપાળથી એક વર્ષ સુધી ભારત નહીં લાવી શકાય

PC: khabarchhe.com

ગુજરાતમાં 260 કરોડથી પણ વધુ રકમનુ કૌભાંડ આચરનાર વિનય શાહ હાલ નેપાળ પોલીસના કબજામાં છે. નેપાળ પોલીસે તેને ઝડપી લીધા બાદ ગુજરાત CID ક્રાઈમ દ્વારા તેની કસ્ટડી મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

નેપાળ પોલીસે વિનય શાહને 40 લાખ કરતા વધુ રકમના વિદેશી હુંડિયામણ સાથે ઝડપી લીધો હતો. હાલ નેપાળમાં ડીઆરઆઈ અને આઈટી વિભાગ પાસે વિનય શાહનો કબજો છે. ગુજરાત CID ક્રાઈમે નેપાળ સાથે વિનયને પાછો સોંપવા માટે સંધિ અનુસાર તેને ભારત પાછો લાવવા માટે એક વર્ષ જેટલો સમય વીતી જાય તેવી સંભાવના છે. તેથી CID ક્રાઈમે વિનય શાહને પાછો લાવવા માટે ભારત સરકારની મદદ લઈ નેપાળની સરકાર સાથે વાતચીતનો દોર ચાલુ કર્યો છે.

CID ક્રાઈમે મહાઠગ વિનય શાહની કંપનીમાં એકાઉન્ટના વ્યવહાર સંભાળતી પૂજા શાહના બેંક એકાઉન્ટની તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન 25 લાખ રુપિયાના વ્યવહારો મળી આવ્યા હતા, જે અંગે CID ક્રાઈમે તપાસ હાથ ધરી છે.

આ કૌભાંડના ભોગ બનેલ 600 જેટલા લોકોએ ગાંધીનગર ખાતે આવેલ ACBની ઓફિસે તેમના નિવેદનો નોંધાવ્યા હતા. હજી ઘણા લોકો એવા છે જે આ કૌભાંડનો ભોગ બન્યા છે તેમના નિવેદન માટે તેમના જિલ્લામાં વ્યવસ્થા કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp