RTOમાં કાગળ પર સહી કરવાના 200 રૂપિયા આપો, જુઓ વીડિયો

PC: khabarchhe.com

કેમેરાની સામે થતો ભ્રષ્ટાચાર અનેક વખત બહાર આવ્યો છે. વધુ એક જીવતો પુરાવો પાલનપુર RTOનો બહાર આવ્યો છે. જેમાં લાઈસન્સ લેવા માટે સહી કરાવવી હોય તો રૂ. 500 આપવા પડે છે. જો ન આપો તો તેના પર દિવસો સુધી સહી થતી નથી. સરકારે દરેક કામના દિવસો નક્કી કરી આપેલા છે છતાં તેમ છતાં તે સમય પ્રમાણે કામ થતું નથી કારણ કે સમયસર કામ ન કરે તો કોઈ સજાની જોગવાઈ નથી. તેથી ભ્રષ્ટાચાર ઘટવાના બદલે વધી રહ્યો છે. આમ થતાં સરકારી અધિકારીઓની સંપત્તિ રાજકીય વ્યક્તિઓ કરતાં પણ અત્યંત ઝડપથી વધી રહી છે.

તેની સીધી જવાબદારી ભાજપ સરકારના મુખ્યમંત્રી વિજય રૂપાણી છે. તેઓ જ્યારથી મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી ભ્રષ્ટાચાર માઝા મૂકી રહ્યો છે. લોકોના કામ હવે પૈસા વગર થતાં ન હતી. આનંદીબેને તેમની પુત્રી માટે ભ્રષ્ટાચાર કર્યો હતો અને તેમને ભાજપે ખદેડી મૂક્યા હતા. પણ રૂપાણીના રાજ સમયે લોકોને નાણાં આપવા પડે છે. તેનો સીધો મતલબ કે સરકાર ઈચ્છે છે કે પ્રજાની લૂંટ ચલાવી રહ્યાં હો તો વાંધો નહીં. પણ વ્યક્તિગત ભ્રષ્ટાચાર કરો તો વાંધો છે. 

ભાજપની રૂપાણી સરકારમાં ભ્રષ્ટાચાર એટલો વ્યાપક વધી ગયો છે કે, પાલનપુર RTO માં સહી કરવાનાં રૂ. 200  અને ના આપો તો  ડ્રાઇવિંગ લાઈસન્સ ના મળે એવી ધમકી પણ આપવામાં આવે છે. ભ્રષ્ટ અધિકારી સામે જીવતો પુરાવા જેવો વીડિયો બહાર આવ્યો છે ત્યારે ભ્રષ્ટાચારી સરકાર શું પગલાં લેશે? એવો પ્રશ્ન પણ વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓ સામે પ્રજા પૂછી રહી છે. વાહન વ્યવહાર વિભાગના પૂર્વ અધિકારી અને કોંગ્રેસના નેતા જી. એમ. પટેલ કહે છે કે, આ વીડિયો હાથમાં આવ્યો હોવા છતાં  જો સરકાર આવા ભ્રષ્ટાચારીઓને તાત્કાલીક સસ્પેન્ડ નહીં કરે તો ટૂંક જ સમયમાં જનતા રેડ પાડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp