ભારત ખાતેના ઉઝબેકિસ્તાનના એમ્બેસેડર CM રૂપાણીની મુલાકાતે

PC: Khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીની આજે ગાંધીનગરમાં ભારત ખાતેના ઉઝબેકિસ્તાનના એમ્બેસેડર ડિશોલ્ડ આખતોવે સૌજન્ય મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ ગુજરાત અને ઉઝબેકિસ્તાનના સંબંધોને વધુ મજબૂત બનાવવા ઉપર ભાર મૂકતાં કહ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાતમાં પણ ઉઝબેકિસ્તાન ગુજરાતનું પાર્ટનર કન્ટ્રી રહ્યું છે. નવેમ્બર 2019માં ગુજરાતના પ્રતિનિધિ મંડળે ઉઝબેકિસ્તાનની મુલાકાત લીધી હતી તે વખતે ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોની અને ઉદ્યોગપતિઓના ડેલિગેશને કૃષિ, મેન્યુફેક્ચરિંગ, શિક્ષણ જેવા ક્ષેત્રોમાં આગળ વધવા રસ દાખવ્યો હતો પણ કોરોના મહામારીને કારણે આપણે આગળ વધી શક્યા નથી.

તેમણે કહ્યું હતું કે, ગુજરાત એ રિન્યુએબલ એનર્જી, ઇ-વાહનો અને સ્માર્ટ સિટી ક્ષેત્રે રોકાણ દેશમાં અગ્રેસર છે અને આવનાર દિવસો તેમાં વધુ રોકાણ કરવામાં આવશે. જેના ભાગરૂપે કચ્છમાં 30,000 મેગાવોટ વીજળી ઉત્પાદન વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક સ્થપાવા જઈ રહ્યો છે.

કોરોનાના સમયમાં ભારતના કુલ FDIના 53 ટકા FDI ગુજરાતમાં આવ્યું છે અને હજીપણ વિદેશી રોકાણ ગુજરાતમાં આવી રહ્યું છે. ગુજરાતે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રાધાન્ય આપવા નવી ઔદ્યોગિક નીતિ 2020 અને નવી સોલાર નીતિ જાહેર કરી છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, કોરોનાની પરિસ્થિતિ હળવી થતા જ બંન્ને વચ્ચે વેપાર તેમજ રોકાણ વધે તે માટે કામગીરી ઝડપથી આગળ વધે તે દિશામાં કાર્યવાહી કરવામાં આવશે. ઉઝબેકિસ્તાનના એમ્બેસેડર ડિશોલ્ડે ગુજરાતમાં IT, ફાર્મા, મેડીકલ, કૃષિ અને શિક્ષણ જેવા ક્ષેત્રે રોકાણ માટે માહિતી મેળવી ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રી રૂપાણીએ આ પ્રસંગે નવેમ્બર 2019ની તેમની ઉઝબેકિસ્તાનની સફળ મુલાકાત પણ યાદ કરી હતી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે ડિશોલ્ડ આખતોવને સ્મૃતિ ચિહ્ન ભેટ આપ્યું હતું. જ્યારે મુખ્યમંત્રીને ઉઝબેકિસ્તાનના એમ્બેસેડરે સમરકંદ શહેરનું સ્મૃતિ ચિહ્ન ભેટ આપીને ઉઝબેકિસ્તાન મુલાકાતની યાદો તાજી કરી હતી.

આ મુલાકાત પ્રસંગે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઇન્ડેક્ષ-બીના MD નીલમ રાની સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp