કૂતરાના હુમલાથી બચવા ભાગતા-ભાગતા પડી જતા વાઘ બકરી ચાના માલિક પરાગ દેસાઈનું નિધન

PC: waghbakritea.com

વર્લ્ડ ફેમસ વાઘ બકરી ચા કંપનીના માલિક અને કાર્યકારી ડિરેક્ટર પરાગ દેસાઈનું અમદાવાદની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં રવિવારે નિધન થયું છે. 49 વર્ષીય પરાગ દેસાઈને બ્રેન હેમરેજ થયું હતું અને તેમને હોસ્પિટલમાં એડમીટ કર્યા હતા, જ્યાં તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. પરાગ દેસાઈ પર તેમના ઘર પાસે કૂતરાઓએ હુમલો કરી દીધો હતો, જેને કારણે તેઓ પડી ગયા હતા અને માથામાં ઈજા થવાથી તેમને બ્રેન હેમરેજ થઈ ગયું હતું.

કૂતરાનો હુમલો થતા તેઓ તેનાથી બચવા માટે ભાગ્યા હતા અને તે સમયે તેઓ પડી ગયા હતા, જેને કારણે તેમને બ્રેન હેમરેજ થયું હતું. આ ઘટનાની જાણ સિક્યોરિટી ગાર્ડને મળતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, ત્યાં ઘણા દિવસ સુધી તેમને વેન્ટીલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.

https://khabarchhe.com/uploads/mc_path/169804511411.jpg

તેમના પરિવારમાં પત્ની વિદિશા અને દીકરી પરીશા છે. પરાગ દેસાઈ વાઘ બકરી ગ્રુપના MD રસેશ દેસાઈના દીકરા હતા. તેમને 30 વર્ષથી વધુનો બિઝનેસનો અનુભવ હતો. તેમણે કંપનીની સેલ, માર્કેટિંગ અને એક્સપોર્ટ ડિપાર્ટમેન્ટની જવાબદારી પોતાના પર લીધી હતી અને તેને સારી રીતે નિભાવી હતી. તેમની કંપનીનું ટર્નઓવર 1500 કરોડ રૂપિયાથી વધુ છે. વાઘ બકરી ચાની વેબસાઇટ પર જણાવ્યા મુજબ પરાગ દેસાઈ ચા ટેસ્ટિંગમાં એક્સપર્ટ અને સારી સમજ રાખતા હતા. તેમણે લોન્ગ આઇલેન્ડ યુનિવર્સિટીથી MBA કર્યું હતું.

https://khabarchhe.com/uploads/mc_path/169804511410.jpg

તેમના નિધન પર કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે સંવેદના વ્યક્ત કરતા ટ્વીટર પર લખ્યું હતું કે, ખૂબ જ દુખદ ખબર મળી. વાઘ બકરી ચાના ડિરેક્ટર અને માલિક પરાગ દેસાઈનું નિધન થઈ ગયું. પડ્યા પછી તેમને બ્રેન હેમરેજ થયું. પરમાત્મા તેમની આત્માને શાંતિ આપે. મારી સંવેદના સમગ્ર ભારતમાં ફેલાયેલા વાઘ બકરી પરિવારની સાથે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp