એક વિવાહ ઐસા ભીઃ પાણીની તંગીના પગલે દુલ્હન સાથે આખું ગામ નીકળ્યું પાણીની શોધમાં

PC: youtube.com

લગ્ન પ્રસંગમાં ધામધૂમથી તમામ આયોજનો કરવામાં આવ્યા હોય અને આ આયોજનો વચ્ચે મહેમાનોને પીવડાવવા માટે અને રસોઈ કરવા માટે પાણી ગામમાં પાણી જ ન હોય તો લગ્ન પ્રસંગ કેવી રીતે પર પડી શકાય. આવી જ કંઇક પરિસ્થિતિ છોટાઉદેપુરના નસવાડીના જાંબુઘોડા ગામમાં જ્યાં એક બાજુ હરખ અને આનંદથી લગ્ન કરતા પરિવાર માટે ચિંતા ઉભી થઈ છે કે, લગ્ન પ્રસંગને પાર પાડવા માટે પાણી ક્યાંથી લાવશું. જાનૈયાઓને પાણી પીવડાવવા માટે દુલ્હન પોતાના પરિવાર જનો સાથે આખાગામની મહિલાઓને સાથે રાખીને પીઠીની રસમ પછી ઢોલ નગારા અને શરણાઈના સુર સાથે આસપાસના ગામોમાં પાણીની શોધમાં નીકળી હતી.

જાંબુઘોડા ગામમાં પાણીની એટલી હદે તંગી છે કે, ગામમાં પશુઓને પાણી પીવાના અવેડા પણ ખાલી છે. ગામમાં હેન્ડપંપ છે, પણ તેમાં એક કલાકે 3થી 4 ઘડા ભરાય તેટલું  જ પાણી આવે છે. કલાકોની મહેનતે જે પાણી હેન્ડપંપમાંથી આવે છે તે પણ ગંદુ આવે છે. જેના કારણે લગ્ન હોવા છતાં પણ દુલ્હને પાણીની શોધમાં નીકળવું પડ્યું, દુલ્હનના માતા-પિતા ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે, પાણીની કમી વહેલામાં વહેલી તકે દૂર થાય, જેના કારણે તેઓ પોતાની દીકરીને હરાખેથી વિદાય આપી શકે.

દુલ્હનની માતાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમારા ગામમાં પાણીની વધારે તંગી છે અને દીકરીના લગ્ન થાય છે એટલે ગામની મહિલાઓને સાથે રાખીને અમે પાણીની શોધમાં નીકળ્યા છીએ. અમને ખાલી 3થી 4 ઘડા પાણી મળ્યું છે એટલે હવે અમારે મહેમાનોને પાણી કેમ પીવડાવવું અને રસોઈ કેમ બનાવવી એ એક સમસ્યા છે.

આ બાબતે ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે, ગામના જે બોર છે તે 300 ફૂટ ઊંડા છે અને આ વર્ષે ઓછા વરસાદના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે, જેના કારણે ગામના લોકોએ પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp