પેટાચૂંટણી બાબતે ગોરધન ઝડફિયાએ કહ્યું, 8 બેઠકો અમારી હતી, અમે એ પાછી મેળવી લઈશું

PC: etimg.com

રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના 8 ધારાસભ્યોએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ હતું અને ત્યારબાદ મોટાભાગના ધારાસભ્યો ભાજપ સાથે જોડાઈ ગયા હતા. આગામી દિવસોમાં ખાલી પડેલી 8 વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી જાહેરાત થઇ શકે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ત્યારે પેટાચૂંટણીની 8 બેઠકો જીતવાનો દાવો ભાજપના નેતા ગોરધન ઝડફિયા કર્યો છે.

ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી છેલ્લા 25 વર્ષથી શાસનમાં છે. અને છઠ્ઠીવાર પણ જો કોઈએ સરકાર ગુજરાતમાં બનાવી હોય તો તે પણ ભાજપ છે. પ્રજાને ભારતીય જનતા પાર્ટી પર શ્રદ્ધા છે અને આજે પણ ચૂંટણી ગમે ત્યારે થાય અમે અમારે તૈયાર છીએ. અમે બૂથ સુધીની તૈયારી કરી લીધી છે. અમે તૈયાર છીએ. અમે સંપૂર્ણપણે પ્રજાના ઈશ્યૂને ખભા પર ઉપાડીએ છે. વરસાદ વધારે પડ્યો તે બાબતે ખેડૂતોને ચિંતા હતી પરંતુ હું ધન્યવાદ આપૂ છું કે CM વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ટીમને કે, હજુ તો ખેડૂતોના ખેતરમાથી નુકસાન આવવાનું બાકી છે છતાં એડવાન્સમાં નુકસાન થયું છે તેવું સમજીને આખા સૌરાષ્ટ્રને આવરી લીધુ છે.

ગોરધન ઝડફિયા વધુમાં જણાવ્યું હતું કે, 2017માં વાતાવરણ અલગ હતું. ગુજરાતમાં જાતિવાદના ઊભા અને આડા ફાડયા કરવામાં આવ્યા હતા. આવું વાતાવરણ હતું એટલા માટે કોંગ્રેસની કેટલીક સીટો આવી હતી. બેઝિક આ તમામ સીટો ભારતીય જનતા પાર્ટીની હતી અને એ અમે પાછી મેળવી લઈશુ. ખેડૂતોને કુદરતે ખૂબ સારો વરસાદ આપ્યો છે. શિયાળુ પાક સૌરાષ્ટ્રમાં ખૂબ જ સારો થવાનો છે અને રવિ પાકના ટેકાના ભાવમાં અત્યારથી જાહેર કર્યા છે. બીજી તરફ ખેતીને નુકસાનના સંદર્ભમાં પણ અત્યારથી જાહેરાત કરી છે. એટલે તમામ તાલુકા અને જિલ્લાઓમાં બે એકર દીઠ 10,000 રૂપિયા ખેડૂતોને નુકસાનીનું વળતર આપવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી કરી છે અને અમે આ સહાય સૌરાષ્ટ્રના બધા જ ખેડૂતોને આપવાના છીએ.

મોરબી બેઠક બાબતે ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ દેશ અને રાષ્ટ્રને વરેલો કાર્યકર્તા છે, શિસ્તબદ્ધ કાર્યકર્તા છે. જેવા ચૂંટણીના ઢોલ વાગે એટલે કાર્યકર્તા લડવા તૈયાર થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp