અંબાલાલ પટેલની ગુજરાતમાં આ જગ્યાએ વરસાદ પડવાની આગાહી

PC: abplive.com

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે થોડા દિવસો પહેલા આગાહી કરી હતી કે ઠંડીની સિઝન પુરી થઇ ગઇ છે અને ગરમી પડવાની શરૂઆત થશે, પરંતુ હવે તેમણે કહ્યું છે કે, 17થી 19 ફેબ્રુઆરી દરમિયાન મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે ફરી એકવાર ઠંડીનો અનુભવ થશે અને કમોસમી વરસાદ પણ પડી શકે છે. આ પહેલાં તેમણે કહ્યું હતું કે ફેબ્રુઆરીના અંતમાં ભારે પવનો ફુંકાશે જેને કારણે કેરીના આંબા પરના મોર ખરી પડશે અને ખેડુતોને કેરીના પાકનું મોટું નુકશાન થશે.

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યુ કે, 17થી 19 ફેબ્રુઆરી દરમિયાન એક મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. જેને કારણે 19 થી 22 ફેબ્રુઆરીના સમયગાળામાં દેશના ઉત્તરીય પર્વતિય વિસ્તારમાં ભારે બરફ વર્ષા થશે. આ સમયગાળામાં પવનના ભારે તોફાન પણ જોવા મળી શકે અને બરફની ચાદર બની જાય તેવા દ્રશ્યો જોવા મળશે.

તેમણે કહ્યું કે મજબુત વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની એ પણ અસર પડશે કે 25 અને 26 ફેબ્રુઆરીએ સવારે અને સાંજે ઠંડી પડશે. અંબાલાલ પટેલે કહ્યુ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છુટ છવાયી અસર જોવા મળશે. 22 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરીએ આ વિસ્તારોમાં ઠંડી જોવા મળશે, બનાસકાંઠામાં ન્યૂન્તમ તાપમાન 8 ડિગ્રી જેટલું રહી શકે છે. મધ્ય ગુજરાતમાં 10 ડિગ્રી રહેશે. વહેલી સવારે તાપમાન 11થી 15 ડિગ્રી જેટલું રહેશે અને પવનની ગતિ પણ વધારે રહેશે.

અંબાલાલ પટેલે કહ્યું હતું કે, 17થી 29 ફેબ્રુઆરી સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે. 3થી 5 માર્ચના સમયગાળામાં મુંબઇમાં વાદળ છાયું વાતાવરણ રહેશે અને ગુજરાતમાં 5થી 7 માર્ચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

તેમણે આગળ કહ્યું કે 7 અને 8 માર્ચે વાતાવરણમાં પલટો આવશે, જેમાં દિવસમાં ગરમીનો અનુભવ થશે અને રાત્રે ઠંડા પવનો લાંબા સમય સુધી રહેશે. 11થી 12 માર્ચે પણ પવન ફુંકાવવાની શક્યતા છે. 17 અને 19 માર્ચે વાદળછાયું વાતારવણ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp