હવામાનના જાણકાર અંબાલાલ પટેલે ગરમી વિશે શું આગાહી કરી?

PC: abplive.com

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, હવે ઠંડી ગાયબ થઇ જશે અને મે મહિનામાં આકરી ગરમી પડશે. તેમણે કહ્યું કે, ફેબ્રુઆરી મહિનામાં કેરીના પાકને નુકશાન થઇ શકે છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, 15-16 ફેબ્રુઆરીથી તાપમાન વધશે. 19થી 22 ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ ગરમી પડશે. માર્ચ મહિનામાં તાપમાન 40 ડીગ્રી જેટલું રહેશે અને 26 એપ્રિલે લગભગ 44 ડીગ્રી તાપમાન પહોંચશે. મે મહિનામાં ગુજરાતમાં કાળઝાળ ગરમી રહેશે.

અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરી મહિનામાં સુર્યનું રાશિ ભ્રમણ કુંભ રાશિમાં અને સાયમ મીન રાશિમાં રહેશે અને ગ્રહો જળદાયક નક્ષત્રમાં જશે, જેને કારણે ફેબ્રુઆરી મહિનામાં પવનનની ગતિ વધશે. આને કારણે આંબાના ઝાડ પરના મોર ખરી પડશે. કેરીના પાકને મોટું નુકશાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp