અમદાવાદમાં બ્લાસ્ટમાં શું થયો ખુલાસો, જાણો તમામ માહિતી

PC: khabarchhe.com

ગુજરાતમાં આજે એક બ્લાસ્ટ થયો છે, જેને કારણે દોડાદોડી થઈ ગઈ હતી. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બ્લાસ્ટ થવાથી હડકંપ મચી ગયો છે. આ ઘટનામાં પાર્સલ ડિલિવરી કરનારો અને પાર્સલ લેનારો બંને ઈજાગ્રસ્ત થઈ ગયા છે. શનિવારે સવારે 10.30 કલાકે શિવમ રો હાઉસમાં આ ઘટના બની હતી. પોલીસના જણાવ્યાનુસાર પાર્સલમાં બેટરીમાં બ્લાસ્ટ થયો હતો. પોલીસ અધિકારી નીરજ કુમારે જણાવ્યું હતું કે, સાબરમતીમાં ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ બળદેવના ઘરે ગયો હતો અને તેને એક પાર્સલ સોંપ્યું હતું. આરોપી ગૌરવ ગઢવીની ધરપકડ કરી લેવામાં આવી છે. બંને વચ્ચે આંતરિક વિવાદ હોવાની વાત સામે આવી છે.

પોલીસે જણાવ્યું કે, આરોપી પાર્સલ બનાવીને ડિલિવરી કરવા આવ્યો હતો. પાર્સલમાં બ્લેડ અને ઈલેક્ટ્રોનિક સ્વિચ પણ હતી. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ શિવમ રો હાઉસમાં પાર્સલની ડિલિવરી કરવા પહોંચ્યો હતો. પણ ડિલિવરી દરમિયાન જ પાર્સલમાં બ્લાસ્ટ થઈ ગયો હતો, જેનાથી બળદેવભાઈના ભાઈ કિરિટ સુખડિયા અને ગઢવી પોતે ઈજાગ્રસ્ત થયા હતા.

તપાસમાં પારિવારિક વિવાદનું કારણ સામે આવ્યું છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, દારૂના કન્ટેનરનો બ્લાસ્ટમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ અંગે બળદેવ સુખડીયાએ જણાવ્યું હતું કે, પાર્સલ લઈને એક વ્યક્તિ આવેલો, પાર્સલ મે મંગાવ્યું નહોતું એટલે નહોતું લીધું. પાર્સલ લઈને આવનારે કહ્યું કે, મને સુરેશભાઈએ મોકલ્યો છે. આ દરમિયાન જ પાર્સલમાંથી આગ ચાલુ થઈ હતી. ત્યારબાદ જબરદસ્ત વિસ્ફોટ થયો, થોડી વાર તો હું બ્લાઈન્ડ થઈ ગયો અને મારા કાકા દીકરાને ઈજા થઈ ગઈ હતી. પાર્સલ લઈને આવ્યો તેના પણ હાથ ફાટી ગયા હતા. ફોન નંબર માંગ્યો તો પણ ન આપ્યો. રૂપેણ નામના વ્યક્તિ પર મને શંકા છે. હું હાઇકોર્ટમાં ક્લાર્ક છું. મે રૂપેણને પાસામાં અનેક વખત છોડયો છે. આ વખતે કામ ના કર્યું એટલે આવું કર્યું છે. દારૂ સહિતના અનેક ગુના તેની સામે નોંધાયેલા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp