ગીર ઇકો સેન્સીટીવ ઝોન શું છે? જેનો આખા સૌરાષ્ટ્રમાં વિરોધ થઇ રહ્યો છે

PC: twitter.com

ગુજરાતના ગૌરવ સમાન એશિયાટીક લાયનની સુરક્ષા માટે ગુજરાત સરકાર ગીર ઇકો સેન્સીટીવ ઝોન ઘોષિત કરવા માટે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે, પરંતુ તેનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ થઇ રહ્યો છે.

ખેડુતોને એવો ડર છે કે ખેતીના કામથી માડીંને બાંધકામ સુધી દરેક બાબતો માટે વન વિભાગની મંજૂરી લેવી પડશે. ખેડુતોએ પોતાના જ ખેતરમાં કુવો કે બોર ખોદવા માટે વન વિભાગની ઓફિસે ધક્કા ખાવા પડશે. બધી બાબતોમાં વન વિભાગનું નિયત્રંણ આવી જશે.

લોકોનું કહેવું છે કે, સિંહોની રક્ષા માટે આખી સૌરાષ્ટ્રની જનતા પડખે છે, પરંતુ વનવિભાગની કનડગત વધશે એ બિલકુલ નહીં ચાલે. ભાજપના જ પાંચેક ધારાસભ્યો પણ આનો વિરોધ કરી રહ્યા છે. ગુજરાત સરકાર અત્યારે બેકફુટ પર આવી ગઇ છે.

વન વિભાગે  ગીર ઇકો સેન્સીટીવ ઝોન માટે 40 મુદ્દા રજૂ કર્યા છે, જેમાંથી કેટાલાંક મુદ્દાઓ એવા છે જેનાથી લોકોને ફાયદો થઇ શકે છે, પરંતુ સ્થાનિક લોકો બિલકુલ માનવા તૈયાર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp