ગુજરાતના આ IAS-IPS ઓફિસરો નિવૃત્ત થયા પછી શું કરી રહ્યા છે

PC: scroll.in

આઇએએસ અને આઇપીએસ ઓફિસરો દેશના સૌથી હોશિયાર લોકો તરીકે ગણવામાં આવે છે. તેઓ દેશના વિકાસમાં મોટું યોગદાન આપતા હોય છે. પરંતુ જ્યારે તે નિવૃત્ત થાય છે ત્યારે તેમાંથી ઘણા તો કોઇક જગ્યાએ ફરી નોકરી કરે છે અથવા સરકારમાં કોઇક બીજી રીતે ગોઠવાઇ જાય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેઓ પોતાના અનુભવ અને હોશિયારીનો લાભ સામાન્ય લોકોને મફતમાં આપે છે. આવા જ કેટલાક ઓફિસરો ગુજરાતમાં છે જેઓ નિવૃત્તિ પછી સમાજને ઉપયોગી બને તેવા કામો કરી રહ્યા છે. 

ગુજરાત સરકારમાંથી નિવૃત્ત થયેલા આઇએએસ અધિકારીઓની જેમ આઇપીએસ અધિકારીઓ પણ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાઇ રહ્યાં છે. નિવૃત્ત થયેલા ગુજરાત કેડરના મોટાભાગના ઓફિસરોએ ગુજરાતને તેમનું ઘર બનાવી દીધું છે અને સેવાકીય પ્રવૃત્તિ સાથે નિવૃત્તિ જીવન ગાળી રહ્યાં છે. ગાંધીનગરમાં 12થી વધુ આઇએએસ ઓફિસરો એવાં છે કે જેઓ સેવાના કાર્યમાં જોડાયેલા છે.

એવી જ રીતે આઇપીએસ અધિકારીઓ પણ સેવાના કાર્યમાં જોડાય છે. 1986ની બેચના આઇપીએસ ઓફિસર વિનોદ મલ્લે પોલીસ રિફોર્મસના ડીજીપી તરીકે વય નિવૃત્ત થયા બાદ અમદાવાદ યુનિવર્સિટીમાં આઇટી પ્રોફેસર તરીકેની તેમની ન્યૂ ઇનિંગની શરૂઆત કરી છે.

આઇપીએસ ઓફિસર બનતા પહેલા તેઓ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનના એન્જીનિયર હતા. ત્યાર બાદ તેઓએ અમદાવાદની જ ધીરૂભાઇ અંબાણી ઇન્સ્ટીટયુટમાંથી પીએચડી પણ કર્યું હતું. હાલ તેઓ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર સાયન્સ ભણાવીને એક સમયનું પોતાનુ અધૂરુ સપનું સાકાર કરી રહ્યા છે. તેમના પત્ની અનુરાધા મલ્લ પણ એનજીઓ સાથે જોડાઇને સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યાં છે.

બીજી તરફ ગુજરાતના પ્રથમ મહિલા આઇપીએસ ઓફિસર બનવાનું સન્માન મેળવવા સાથે ગુજરાતના પ્રથમ મહિલા ડીજીપી બનવાનું પણ સન્માન મેળવનાર પૂર્વ ડીજીપી ગીથા જોહરી નિવૃત્તિ બાદ કેડીલા ફાર્મામાં પ્રેસિડન્ટ (સ્પેશિયલ ડયુટી) તરીકે જોડાયા હતા. હવે તેઓ જરૂરિયાતમંદોને મફત કાનૂની સહાય આપવાની સેવામાં પણ ઇન્વોલ્વ થયા છે. રાજ્યના બીજા સાત જેટલા આઇપીએસ ઓફિસરો પણ વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં સામેલ થયાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp