ભાજપના સાંસદની કાર્યકરોને ચિમકી, પાર્ટી હિસાબ કરે કે નહીં, હું છોડવાનો નથી

ગુજરાના જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ જાહેર મંચથી એક નિવેદન આપ્યું છે જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. સાંસદ ચુડાસમાએ કાર્યકરોને ચિમકી આપતા કહ્યું કે, લોકસભા 2024ની ચૂંટણીમાં મને જે નડ્યા છે તેનો પાર્ટી હિસાબ કરે કે ન કરે, પરંતુ હું આગામી 5 વર્ષમાં કોઇને મુકવાનો નથી. રાજેશ ચુડાસમાં ત્રીજી વખત જૂનાગઢ લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા છે.

રાજેશ ચુડાસમાં સાંસદ તરીકે જીત્યા તેના માનમાં તલાલ વિધાનસભામાં આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજેશ ચુડાસમાએ કહ્યું કે, ભગવાન માધવરાયની સાક્ષીએ કહું છું કે મને નડનારાઓને હું છોડવાનો નથી.

ચુડાસમાં એટલા માટે ગુસ્સા થયા હતા, કારણકે, તલાલા વિધાનસભા વિસ્તારમાં આ વખતની લોકસભા ચૂંટણીમાં રાજેશ ચુડાસમાને માત્ર 33 મતની લીડ મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp