ચૂંટણી બોન્ડ માટે સુરતની કંઈ કંપનીએ દાન આપ્યું?
ચૂંટણી બોન્ડ માટેની જે યાદી જાહેર થઇ તેમાં સુરતની એક કંપનીનો પણ નામ સામે આવ્યું છે. સુરતની કંપની એન્વીરો કંટ્રોલ લિમિટેડ 10 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા છે. કંપની નિમેશ વશી અને તેમના પુત્ર આનંદ વશી ચલાવે છે. ઘોડદોડ રોડ પર કંપનીની ઓફિસ આવેલી છે.
કંપની વોટર ટ્રીટમેન્ટ,રિસાકયલીંગ અને વેસ્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી છે. આ કંપની દેશની પહેલી એવી કંપની છે જેણે સુરત મહાનાગર પાલિકાના સહયોગથી ટર્સરી પ્લાન્ટ શરૂ કર્યો જે પાણી શુદ્ધ કરવાનું કામ કરે છે. આજે દેશની અનેક પાલિકામાં નિમેષ વશીના પ્લાન્ટ કામ કરે છે.
નિમેષ વશીએ દક્ષિણ ગુજરાતમાં આવેલા અમલસાડમાં અંધેશ્વાર મહાદેવ મંદિર બનાવેલું છે અને આ મંદિરમાં તેમની અતુટ શ્રદ્ધા છે. હવે કંપનીએ લંડનમાં પણ ઓફિસ શરૂ કરી છે અને આ ઓફિસ આનંદ વશી સંભાળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp