કોણ છે જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજી?જેમના નામનું પૉલેન્ડમાં બન્યુ છે મેમોરિયલ

PC: facebook.com/IndiaInPoland

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પૉલેન્ડ પ્રવાસ ખૂબ ખાસ રહ્યો. કોઈ ભારતીય વડાપ્રધાનની 45 વર્ષ બાદ આ પહેલો પૉલેન્ડ પ્રવાસ છે. આ પ્રવાસના માધ્યમથી વડાપ્રધાન મોદીએ દ્વિપક્ષીય સંબંધોને પૂનર્જીવિત કરવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો. તેઓ વૉરસૉ સ્થિત જામ સાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજા મેમોરિયલ પહોંચ્યા હતા. તેમણે જામ સાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાને શ્રદ્ધાંજલિ આપી હતી.

જામ સાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાને પોલેન્ડમાં ખૂબ સન્માન આપવામાં આવે છે. આવો જાણીએ કે આખરે દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાએ પૉલેન્ડના લોકો માટે એવું શું કર્યું હતું, જેના માટે આજે પણ ત્યાં લોકો તેમનો એટલો અદાર સત્કાર કરે છે. આખરે લોકો તેમને ગુડ મહારાજાના નામથી કેમ બોલાવે છે.

દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજા જામનગર વિસ્તારના મહારાજા હતા. તેમને જામસાહેબ કહીને પણ બોલાવવામાં આવતા હતા. વર્ષ 1939થી લઈને 1945 સુધી બીજા વિશ્વ યુદ્ધના કારણે પૉલેન્ડ પૂરી રીતે તબાહ થઈ ગયું હતું. જર્મનીની સેના સતત પૉલેન્ડ પર હુમલો કરી રહી હતી. ત્યાંનાં સામાન્ય લોકો પોતાનો જીવ બચાવવા માટે બીજા દેશમાં ભાગી રહ્યા હતા. એ પ્રકારે 1942માં જહાજમાં સવાર થઈને હજારો લોકોનો એક જથ્થો પૉલેન્ડથી બહાર નીકળ્યો. એ જથ્થામાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો હતા.

જહાજમાં બેઠા લોકો એ અપેક્ષાએ પૉલેન્ડથી નીકળ્યા હતા કે તેમને આશ્રય મળશે તો તેઓ રોકાઈ જશે. જહાજ તુર્કી, સેશેલ્સ, ઈરાન સહિત ઘણા દેશ પહોંચ્યું, પરંતુ ઘણા લોકોને આશ્રય ન મળ્યો. મોટા ભાગના દેશોને ડર હતો કે જો તેઓ યહૂદી લોકોને શરણ આપશે તો તેમને હિટલરના ગુસ્સાનો સામનો કરવો પડશે. ઘણા દેશોમાંથી પસાર થઈને આખરે જહાજ જામનગરના કિનારે પહોંચ્યું. જેવી જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાને આ વાતની ખબર પડી, તેઓ કોઇની ચિંતા કર્યા વિના પૉલેન્ડથી આવેલા લોકોની મદદ કરવા પહોંચ્યા.

તેમણે બધા લોકો માટે ખાવા-પીવા અને રહેવાની વ્યવસ્થા કરી. દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાએ વિસ્થાપિત બાળકો માટે પોતાનો સમર પેલેસ ખોલાવી દીધો હતો. આજ કારણે દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાને પૉલેન્ડમાં એટલું માન-સન્માન મળે છે. 18 સપ્ટેમ્બર 1895ના રોજ જન્મેલા જામ સાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાના કાકા જામ સાહેબ રણજીતસિંહજી એક સારા ક્રિકેટર હતા. તેમણે ભારત અને બ્રિટનમાં અભ્યાસ કર્યો હતો. તેઓ લેફ્ટિનેન્ટ જનરલ પદ પર રહી ચૂક્યા હતા. તેઓ ભારતીય રાજનીતિમાં પણ સક્રિય હતા અને તેમણે સંવિધાન સભાના સભ્યના રૂપમાં ભારતીય સંવિધાનનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં ભૂમિકા ભજવી હતી.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp