સસ્પેન્ડેડ આયુષ ઓકને બચાવવામાં કોને રસ છે?
સુરતમાં કલેક્ટર તરીકે રહી ચૂકેલા IAS આયુષ ઓકને ગુજરાત સરકારે સસ્પેન્ડ તો કરી દીધા , પરંતુ આ કેસની હજુ સુધી ACBને તપાસ સોંપવામાં આવી નથી.
સુરતમાં કલેક્ટર હતા ત્યારે આયુષ ઓકે ડુમસની એક જમીનમાં 2000 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો કોંગ્રેસ નેતા દર્શન નાયકે આરોપ લગાવ્યો હતો, જેની તપાસ કરવામાં આવી તો આયુષ ઓકની સંડોવણી હોવાનું સામે આવતા ગુજરાત સરકારે સસ્પેન્ડ કરી દીધા હતા.
એન્ટીકરપ્શન બ્યુરોના ચીફ ડો. સમશેર સિંગે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હજુ સુધી આયુષ ઓકની તપાસ અમારી પાસે આવી નથી.
ત્યારે ઘણા સવાલ પુછી રહ્યા છે કે 2000 કરોડનું કૌભાંડ કર્યું હોવા છતા આયુષ ઓકને બચાવવા માટે કોને રસ છે કે હજુ તપાસ સોંપવામાં આવી નથી.ડુમસની એક જમીનમાં ખોટા નામો ઉમેરીને એક પાર્ટીને સરકારી જમીન આપી દેવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp