ગુજરાત ભાજપ સભ્ય નોંધણીમાં કોણ પહેલા નંબરે? સી આર પાટીલનો નંબર કેટલો?
ભારતીય જનતા પાર્ટીએ આખા દેશમાં સભ્ય નોંધણીનું અભિયાન શરૂ કરેલું છે, જે 2 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યું છે અને 31 ઓક્ટોબર સુધી ચાલવાનું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1.80 કરોડ સભ્યોની નોંધણી થઇ ચૂકી છે.
ગુજરાતમાં સભ્ય નોંધણીમાં સાંસદ લેવલ પર પહેલા નંબર પર પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા છે જ્યારે બીજા નંબર પર જામનગરના સાંસદ પુનમબેન માડમ છે અને ત્રીજા નંબર પર નવસારીના સાંસદ સી આર પાટીલ છે.
જ્યારે ધારાસભ્ય લેવલે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા પહેલા નંબર પર છે, જ્યારે શહેરાના ધારાસભ્ય જેઠા આહીર બીજા, નડીયાદના પંકજ દેસાઇ ત્રીજા નંબરે અને મજૂરા વિધાનસભાના હર્ષ સંઘવી ચોથા નંબર પર છે. જો કે એરિયા વાઇઝ રાજકોટ ગ્રામ્ય પહેલા નંબરે છે જ્યાના ધારાસભ્ય ભાનુબેન પટેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp