ગેનીબેનનું મામેરું અને શંકર ચૌધરીનો ઘુંઘટ

PC: twitter.com

(Dilip Patel) કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. ગેનીબહેન ભાજપના 25 સાંસદો બરાબર એક સાંસદ થશે. તેઓ ગુજરાતની જનતાનો દિલ્હીમાં અવાજ બનશે. શંકર ચૌધરીએ ભાજપમાં રહીને ગેનીબેનને દિલ્હી મોકલ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈચ્છા હતી કે ગુજરાતના તમામ 26 સાંસદ ભાજપના જ ચૂંટાય. પણ શંકર ચૌધરીના કારણે તેમની ઈચ્છા પર પાણી ફરી વળ્યું છે. તેથી ગેનીબેન કોંગ્રેસના નેતાઓને દિલ્હીમાં મળી રહ્યા છે.

ગેનીબેન ઠાકોરે વધુમાં કહ્યું કે, પ્રામાણિકતાથી કામ કરો તો લોકો મદદ કરે છે. પૈસા હોય કે ના હોય લોકો મદદ કરે છે. બનાસને આપેલા વચનો પૂરા કરવા કટિબદ્ધ છું. ભ્રષ્ટાચાર ઓછો કરવા ગ્રામ પંચાયતથી આયોજન કરીશું. તેમજ ગ્રામ પંચાયતોની ચૂંટણી બિનહરીફ થાય તેવા આયોજન કરીશું. બનાસકાંઠાની જનતાએ ગુજરાતને પાણી બતાવ્યું છે.

ભાજપે ભરોસો મૂક્યો તે સફળ થયો નથી.

બનાસ ડેરી અને બનાસ સહકારી બેંકમાં શંકર ચૌધરીના કાંડ અને કોમવાદી વલણના કારણે હારનો સામનો કરવો પડ્યો છે.

ટિકિટ વહેંચણીમાં પક્ષાપક્ષી આવી, લાયક ઉમેદવારો રહી ગયા હતા.

સ્થિતિ સમજવામાં નિષ્ફળતા. PM મોદીની પહેલી સભા કરવા માટે શંકર ચૌધરીએ આગ્રહ કર્યો હતો. છતાં જીત મળી નથી.

ગેનીબેનને બનાસના લોકોએ વોટ અને નોટ આપી હતી. બનાસકાંઠામાં 69.62 ટકા 13,65,989 લોકોએ મતદાન કર્યું હતું.

બનાસકાંઠાનું ગેનીબેનનું મામેરું અને રેખાબેનનો સાસરામાં ઘુંઘટ એવી કહેવત હવે પડી ગઈ છે. બનાસકાંઠા એ કોઈ નેતાની પેઢી નથી. દબાણનું રાજકારણ નડી ગયું છે. ધમકીઓની પરાકાષ્ઠા બની ગઈ હતી. સત્તાનો બેફામ ઉપયોગ થયો હતો. ગેનીબહેનની જીત એ વર્ચસ્વ અને પ્રભુત્વ ધરાવતાં શંકર ચૌધરી સામેના સામાન્ય માણસની જીત છે. સામાન્ય પરિવારની દીકરીની જીત છે. પાયાનાં કાર્યકર અને ભાજપના સરમુખત્યાર નેતા વચ્ચેનું યુદ્ધ હતું. લોકપ્રિય નેતી સામે બદનામ વ્યક્તિનું યુદ્ધ હતું.  મતવિસ્તારમાં ફરનારા અને ડેરીનું દૂધ પીને બેંકમાં રહેનારા વચ્ચેનું યુદ્ધ હતું. શંકર ચૌધરી સામે તમામ જ્ઞાતિઓનું આ યુદ્ધ હતું. ટોળી આવવા અને ટોળા લાવવા માટેનું યુદ્ધ હતું. પૈસાથી સોશિયલ મીડિયા ચલાવનારા અને લોકો પોતે જ સોશિયલ મીડિયા ચલાવનારા વચ્ચે યુદ્ધ હતું.

એક બાજુ શંકર ચૌધરીના જુઠાણા હતા તો બીજી બાજુ ગેનીબેન ઠાકોરની સચ્ચાઈની વાણી હતી. એક બાજુ ઘમંડ હતો તો બીજી બાજુ નમ્રતા અને સાદગી હતી.

બનાસકાંઠા ભાજપના મહામંત્રી અશોક પટેલેના મતે બનાસકાંઠામાં અમુક સમાજોની નારાજગીને કારણે થોડા મત ઓછા મળ્યા છે. આથી અહીં  ધાર્યા મુજબનું પરિણામ મળ્યું નથી. પ્રજાએ જે મત આપ્યો છે એ અમને સ્વીકાર્ય છે.

ખર્ચા

વડીલો આશીર્વાદ સાથે ખોળો પાથરીને ચૂંટણી લડવા પૈસા માંગતા ગેની બેન હતા. તો દૂધની મલાઈ જમી જનારાઓ હતા.

ચૂંટણીપ્રચારમાં ઓછો ખર્ચ અને સામે અબજો રૂપિયાનું પૂર હતું. 26 લાખ રૂપિયા લોકોએ ગેનીબેનને આપ્યા હતા.  તેમની ચૂંટણી ફોર્મ ભરવા માટે ડિપોઝિટ પણ લોક ફાળા દ્વારા ભરવામાં આવી હતી.

મામેરું

ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ સતત આ પ્રજા તરફથી મળી રહેલા પૈસાને ‘મામેરું’ ગણાવતાં હતા. જેને તે મામેરું કહેતાં હતા.

મેં જે મામેરું માગ્યું હતું તે બનાસકાઠાની જનતાએ ભર્યું છે.

બનાસકાંઠાની જનતાએ મને નોટ અને વોટ બંને આપ્યા છે. હું જીવિત રહું ત્યાં સુધી બનાસકાંઠાની જનતાનું ઋણ ઉતારી શકું તેમ નથી. હું પ્રયત્ન કરીશ કે હું બનાસકાંઠાની જનતાનું ઋણ ઉતારું. તમારી બેન તમારા સુખદુઃખમાં તમારી સાથે છે. લોકશાહી છે શંકર ચૌધરી ખેલદીલી રાખે. ચૂંટણી પતી ગઈ છે. હવે બદલાની ભાવના ન રાખતા. મેં બનાસકાંઠાની જનતા પાસે મામેરું માગ્યું હતું અને તેમને મામેરું ભર્યું. બનાસકાંઠાની જનતા બ્રાન્ડ છે. હું બ્રાન્ડ નથી હું તો માત્ર નિમિત્ત છું. આ અસત્ય સામે સત્યની જીત છે.

નવા વિચારો

શંકર ચૌધરીનું પ્રભુત્વ, ડેરીનું સંગઠન તથા ભાજપનું સંગઠન એમ તમામ મોરચે ગેનીબહેને ટક્કર આપી અને ભાજપ સામે વિજય મેળવ્યો છે. મામેરું ભરવાની વાત, બનાસની બહેનનું સૂત્ર, ક્રાઉડ ફંડિગ વગેરે સામે ભાજપ નવી વાતો અને વ્યૂહરચના લાવી શક્યો નહીં. ચૂંટણી જીતવા માટે માત્ર પૈસા નહીં, પરંતુ જમીની સ્તરે પકડ, લોકપ્રિયતા, નવા વિચારો, ખુલ્લા પણું અને કોઠાસૂઝ જરૂરી છે. બનાસ ડેરીના અધ્યક્ષ શંકર ચૌધરીએ ડેરીનો ઉપયોગ ચૂંટણીને પ્રભાવિત કરવામાં કર્યો હતો.

રાજકીય વર્ચસ્વની લડાઈ સુધી પહોંચ્યો હતો. સૌથી વધુ વસ્તી ઠાકોર સમાજની છે તથા ત્યાર બાદ ચૌધરી સમાજની છે. રબારી, દલિત, મુસ્લિમ વિરોધમાં રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp