ભાજપની સરકાર રચાય તો આ પાટીદાર નેતા બની શકે છે CM

PC: india.com

ગુજરાત ભાજપ સામે અનેક પ્રતિકુળ સ્થિતિઓ હોવા છતાં ભાજપના નેતાઓ માની રહ્યા છે કે ગુજરાતમાં ભાજપની સરકારને પ્રજા ફરી એક વખત તક આપશે, મીશન 150 સફળ ના થાય તો પણ ભાજપ 100નો આંકડો પાર કરી સત્તા જાળવી રાખશે તેવી ભાજપીઓને આશા છે, જો ભાજપને ફરી સત્તા મળે તો કોણ થશે નવા મુખ્યમંત્રી તે માટે દિલ્હી ખાતે નિર્ણય લેવામાં આવી ગયો છે, જેના સંદર્ભમાં કર્ણાટકના રાજયપાલ વજુવાળાને પડતર ફાઈલોનો નિકાલ તા 17 ડીસેમ્બર સુધી કરી દેવાની સુચના આપવામાં આવી છે.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન થાય પછી , મુખ્યમંત્રી થવા માટે લાયક અને દાવેદાર વજુવાળાને ગુજરાતમાં ખસેડી રાજયપાલ બનાવી દેવામાં આવ્યા હતા, પણ ગુજરાતમાં કથળતી સ્થિતિને સુધારો કરવા માટે ઓબીસી નેતા વજુવાળાને પાછા ગુજરાતમાં લાવી તેમને મુખ્યમંત્રીનો તાજ પહેરાવોન નિર્ણય લેવામાં આવ્યો છે. દક્ષિણ ભારતના મીડીયા હાઉસ ઈનાડુ ઈન્ડીયાએ દ્વારા એક સમાચાર દ્વારા આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે વજુ વાળાના નામ ઉપર ભાજપ હાઈકમાન્ડે મહોર મારી દીધી છે. અને જે અંગે ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ સુચના આપી દેવામાં આવી છે.


 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.