રાહુલની યાત્રામાં કેમ હાજર ન રહ્યા? અહેમદ પટેલના દીકરી મુમતાઝે આપ્યો આ જવાબ

PC: aajtak.in

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા જ્યારે 7 માર્ચેથી 10 માર્ચ ગુજરાતમા રહી હતી. જ્યારે રાહુલની યાત્રા ભરૂચમાં ગઇ હતી ત્યારે અહેમદ પટેલના દીકરા અને દીકરી ફૈઝલ પટેલ અને મુમતાઝ ક્યાંક પણ નજરે નહોતા પડ્યા. એટલે એવી ચર્ચા શરૂ થઇ હતી કે મુમતાઝ અને ફૈઝલ કોંગ્રેસથી નારાજ હોવાને કારણે યાત્રામાં સામેલ નહોતા થયા.

Khabarchhe.Comએ મુમતાઝ પટેલ સાથે ફોન પર વાત કરી હતી અને તેમને પુછ્યું હતું કે રાહુલ ગાંધીની યાત્રામાં સામેલ ન થવા પાછળ નારાજગી કારણ છે? તો મુમતાઝ પટેલે કહ્યુ હતું કે, કોંગ્રેસ સાથે કે રાહુલ ગાંધી સાથે કોઇ નારાજગી નથી. હું પોતે બિમાર છું અને દિલ્હીમાં છું અને મારો ભાઇ ફૈઝલ હોસ્પિટલમાં દાખલ છે. એટલે અમે રાહુલની યાત્રામાં સામેલ થઇ શક્યા નહોતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp