ગુજરાતમાં સી-પ્લેન ચાલુ કેમ નથી થઈ રહ્યું? 17.5 કરોડનો ખર્ચ થઈ ગયો છે

PC: hindustantimes.com

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરે સી-પ્લેન વિશે સવાલ પુછ્યો હતો. જેનો ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નાગરિક ઉડ્ડયન મંત્રી બળવંત સિંહ રાજપૂતે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, કોઇ એજન્સીઓ રસ નહીં દાખવતી હોવાને કારણે 80 દિવસ પછી સી-પ્લેન સેવાને બંધ કરી દેવામાં આવી છે. 80 દિવસમાં 2100 લોકોએ લાભ લીધો હતો અને ડિસેમ્બર 2203 સુધીમાં રાજ્ય સરકાર આની પાછળ 17.5 કરોડ રૂપિયા ખર્ચી ચૂકી છે.

ઓકટોબર 2020માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુઓફ યુનિટીથી અમદાવાદના સાબરમતી રિવરફ્રેન્ટ સુધી સી-પ્લેનનું ઉદઘાટન કર્યું હતું. પરંતુ એપ્રિલ 2021માં સી-પ્લેન પ્રોજેક્ટ બંધ કરી દેવામાં આવ્યો. રાજ્ય સરકારે ફરી એકવાર ટેન્ડર બહાર પાડ્યા હતા, પરંતુ કોઇ પણ એજન્સી કે કંપની સી-પ્લેન પ્રોજેક્ટને ચલાવવા માટે રસ દાખવતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp