દિવાળી ટાણે એકાએક લારીગલ્લા પર તવાઇ કેમ?

PC: twitter.com

દિવાળીનો તહેવાર આવે એટલે શો-રૂમ માલિકોથી માંડીને નાના વેપારીઓ અને લારી-ગલ્લાં વાળા દરેકને અપેક્ષા હોય છે કે તહેવારમાં તેમને સારી કમાણી થાય, પરંતુ અમદાવાદમાં એક ઘટના બની છે તે જોતા લાગી રહ્યું છે કે લારી-ગલ્લાં વાળાઓની દિવાળ બગડી શકે છે.

અમદાવાદના મેયર પ્રતિભા જૈનના વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલની બહાર બુધવારે રાત્રે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશ્નર સહિત અનેક અધિકારીઓ દબાણ હટાવવા માટે ગયા હતા. તે વખતે ઉશ્કેરાલા લારી-ગલ્લાં વાળાઓએ અધિકારીઓ પર હુમલો કરી દીધો હતો. ડેપ્યુટી કમિશ્નરના માથા પર સળિયો મારવામા આવ્યો હતો અને તેમનું શર્ટ ફાડી નાંખવામાં આવ્યું હતું. આખા ગુજરાતમાં પાલિકાએ અત્યારે દબાણ હટાવવાની કામગીરીમાં જોર પકડ્યું છે.સુરતમાં પણ અનેક વિસ્તારોમાં લારી-ગલ્લાં બંધ કરી દેવામાં આવ્યા છે. દબાણની કામગીરી વધવા પાછળનું કારણ એવું છે કે ગુજરાત હાઇકોર્ટમાં લારી-ગલ્લાં વિશે PIL થયેલી છે અને બીજું કારણ એ છે કે ગુજરાત સરકારે સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ 60 દિવસની સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp