2 લોકસભાથી 26 બેઠક જીતનાર ભાજપને 1 બેઠક માટે કેમ ચિંતા વધી ગઇ?

PC: twitter.com

ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે અને છેલ્લી બે લોકસભા ચૂંટણીથી ભાજપ બધી 26 બેઠકો જીતતું આવ્યું છે અને આ વખતે પણ હેટ્રીક મારવાની ભાજપ સપના જોઇ રહ્યું છે. જો કે ગુજરાતની એક બેઠક પર ભાજપ ચિંતામાં મુકાઇ ગયું છે.

ગુજરાતની ભરૂચ બેઠક માટે ભાજપ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ચિંતા વધી ગઇ છે. થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટીના નેતા સંદીપ પાઠકે કહ્યુ હતું કે, અમારી પાર્ટી ગુજરાતમાં 4થી 5 બેઠકો પર ચૂંટણી લડશે અને ભરૂચની બેઠક પર તો ખાસ લડવામાં આવશે.

ભરૂચની ડેડિયાપાડા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ધારાસભ્ય બન્યા છે અને તેમને જ ભરૂચ બેઠક પરથી ઉતારવાનો તખ્તો ગોઠવાઇ રહ્યો છે. ભરૂચની બેઠક આમ તો લગભગ 3 દાયકાથી ભાજપના કબ્જામાં છે, પરંતુ આદિવાસી બેલ્ટ હોવાને કારણે ચૈતર વસાવાનું વર્ચસ્વ વધેલું છે. જો કોંગ્રેસ અને AAP ભેગા થઇને ભરૂચ બેઠક પરથી લડે તો ભાજપને મુશ્કેલી આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp