26th January selfie contest

નવા મુખ્યમંત્રી નિયુક્ત કરવા અંગે ગુજરાત ભાજપ કેમ મૌન?

PC: udayavani.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારથી ગુજરાત છોડીને ગયા છે ત્યારથી ગુજરાત ભાજપની તો જાણે પનોતી બેઠી છે. તેમની ગેરહાજરીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતમાં સતત ભાજપની સ્થિતિને થાળે પાડવા માટે મથામણ કરતા જણાય છે, જેના ભાગરૂપે મુખ્યમંત્રી બદલવા પડ્યા છે. હવે ફરીથી એક વખત મુખ્યમંત્રી બદલવાની તૈયારી ભાજપ કરી રહ્યું હોવાની હિલચાલની સૌથી પહેલી સ્ટોરી khabarchhe.com દ્વારા થઈ હતી. આ સમાચાર ભાજપના જ નેતાઓ દ્વારા અમારા Khabarchhe.comના પ્રતિનિધિને મળ્યા છે. આ વિષયને રદિયો આપવા ચોથી હરોળના એક નેતાએ તો વોટ્સએપ પર પત્રકારો પર ધમકી ભરી ભાષાનો ઉપયોગ કર્યો હતો.

ગમે તેમ પણ ભાજપ પરસોત્તમ રૂપાલાને મુખ્યમંત્રી બનાવવા માંગે છે કે નહીં તે જાણવાનો સંપૂર્ણ અધિકાર ગુજરાતની પ્રજાને છે. આનંદીબેનને ચૂપચાપ ખસેડીને વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું કે તેઓ મુખ્યમંત્રી બનવા નથી માંગતા. તેના થોડા કલાકોમાં જ રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. હવે આવી જ હીલચાલ લોકસભાની 26 બેઠકો જીતવા માટે થઈ રહી છે. 26 બેઠકો જીતવી ત્યારે જ શક્ય બનશે કે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે પાટીદાર નેતા હોય. આ સ્થિતિ અંગે khabarchhe.com સંપૂર્ણ અહેવાલ સૌ પ્રથમવાર આપવામાં આવ્યો હતો. ભાજપના નેતાઓએ મુખ્યમંત્રી કયારે બદલાશે અથવા નહીં બદલાય એ અંગે કોઈ ટીપ્પણી કરી નથી. ભાજપે ખૂબ જવાબદાર પક્ષ તરીકે આ ચર્ચાનો પારદર્શિતાથી પ્રજાજોગ બને તેટલો જલદી ખુલાસો કરી દેવો જોઈએ, તેથી આરોપ-પ્રત્યારોપ કે પછી ઢાંકપિછોડાની રાજનીતિનો અંત આવે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp