ગુજરાતમાં આટલો ભયંકર વરસાદ કેમ પડી રહ્યો છે?
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે સવાલ એ થાય છે કે મેઘરાજા આ વખતે રાજ્યને કેમ ઘમરોળી રહ્યા છે? હવે એ ચોમાસું નથી રહ્યુ જે ઉત્તર પ્રદેશ અને બિહારને ડુબાડતું હતું. તેણે હવે દિશા બદલી છે.ચોમાસાની નજર હવે રાજસ્થાન અને ગુજરાત પર છે.
ગુજરાતમાં ભારે વરસાદ પડવાના કારણો એ છે કે, અરબી સમુદ્રની વધી રહેલી ગરમી, સતત આબોહવા પરિવર્તન અને દેશમાં સપાટી, પાણી અને હવાના તાપમાનમાં જોવા મળી રહેલો વધારો કારણભૂત છે.
સામાન્ય રીતે બંગાળની ખાડીમાં બનતા લો-પ્રેસરનો વિસ્તાર ઉત્તર-પશ્ચિમ દીશા તરફ વધતો હોય છે અને તેનો રૂટ બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબ તરફ હોય અને રસ્તામાં વરસાદ કરીને લો-પ્રેસર આગળ વધતું રહે, પરંતુ આ વખતે લો પ્રેસર મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન થઇને પશ્ચિમ તરફ જઇ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp