વિદાયવેળાએ રૂપાણી પોતે આ ભાષા સાથે અસહજ છતા હિન્દીમાં કેમ બોલ્યા?

PC: https://www.india.com

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે રાજીનામું આપ્યા પછી જે પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં તેમણે તેમનું વિદાયવેળાનું ભાષણ હિન્દીમાં આપ્યું હતું જે સાંભળીને થોડીકવાર હાજર પત્રકારોને પણ આશ્ચર્ય થયું હતું. કારણ કે બધાને ખબર છે કે વિજય રૂપાણી હિન્દી બોલવામાં અસહજ છે. તેની પાછળ શું કારણ હોઇ શકે. કારણોમાં જઇએ તે  પહેલા વાંચો કે તેમણે ભાષણમાં શું કહ્યું હતું....

मैं भारतीय जनता पार्टी के प्रति आभार व्यक्त करता हूँ कि मेरे जैसे एक पार्टी कार्यकर्ता को गुजरात के मुख्यमंत्री पद की महत्व पूर्ण जिम्मेदारी दी. मुख्यमंत्री के रूप में मिले इस दायित्व को निभाते हुए मेरे कार्यकाल के दौरान माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी का विशेष मार्गदर्शन मिलता रहा है।

माननीय प्रधानमंत्री जी के नेतृत्व एवं मार्गदर्शन में गुजरात समग्र विकास तथा सर्वजन कल्याण के पथ पर आगे बढ़ते हुए नए आयामों को छुआ है. गुजरात की विकास की यात्रा में गत पांच वर्षों में मुझे भी योगदान करने का जो अवसर मिला, उस के लिए माननीय प्रधानमंत्री जी के आभार प्रगट करता हूं।

मेरा मानना है कि अब गुजरात के विकास की यह यात्रा प्रधानमंत्री जी के नेतृत्व में एक नए उत्साह व नयी उर्जा के साथ नए नेतृत्व में आगे बढ़नी चाहिए। यह ध्यान रखकर मैंने गुजरात के मुख्यमंत्री पद के दायित्व से त्यागपत्र दे रहा हूं।

संगठन व विचारधारा आधारित दल होने के नाते भारतीय जनता पार्टी की यह परंपरा है कि समय के साथ-साथ कार्यकर्ताओं के दायित्व भी बदलते रहे हैं. यह हमारी पार्टी की विशेषता है कि जो दायित्व पार्टी द्वारा दिया जाता है, पूरे मनोयोग से पार्टी कार्यकर्ता उसका निर्वहन करते हैं.

मुख्यमंत्री के रूप में मिले दायित्व का निर्वहन करने बाद अब मैने मुख्यमंत्री पद से त्यागपत्र देकर पार्टी के संगठन में नई ऊर्जा के साथ काम करने की इच्छा जताई है. अब मुझे पार्टी द्वारा जो भी जवाबदारी दी जाएगी उसका मै संपुर्ण दायित्व और नई ऊर्जा के साथ प्रधानमंत्री जी के नेतृत्व एवं माननीय राष्ट्रीय अध्यक्ष जी के मार्गदर्शन में काम करूँगा.

मैं गुजरात की जनता के प्रति भी आभार व्यक्त करता हूँ कि विगत पांच वर्षों में हुए उपचुनाव हों अथवा स्थानीय निकाय के चुनाव हों, पार्टी और सरकार को गुजरात की जनता का अभूतपूर्व समर्थन, सहयोग और विश्वास मिला है. गुजरात की जनता का विश्वास भारतीय जनता पार्टी की ताकत भी बनी है और मेरे लिए लगातार जनहित में काम करते रहने की उर्जा भी रहा है.

हमारी सरकारने प्रशासन के चार आधार भूत सिद्धांतों पारदर्शिता, विकासशीलता, संवेदनशीलता एवं निर्णायकता के आधार पर जनता की सेवा करने का यथाशक्ति प्रयत्न किया है। इस कार्य मे मंत्रीमंडल के सभी सदस्यो, विधानसभा के सभी सदस्यो, पार्टी कार्यकर्ताओ एवम जनता का संपुर्ण सहयोग मिला है। मै सभी का इस सहयोग के लिए आभार व्यक्त करता हूं।

कोरोना के कठिन समय मे हमारी सरकारने दिन रात अथक महेनत कर गुजरात की जनता को यथासंभव सुरक्षित रखने का प्रयत्न किया है। साथ ही टीकाकरण के काम मे भी गुजरात अग्रसर रहा है और हमने इसमे बहुत सारे नये किर्तिमान स्थापित किये है। जिसका मुझे बहुत संतोष है।

पार्टी के पूर्व राष्ट्रीय अध्यक्ष व केंद्रीय गृहमंत्री श्री अमित शाह जी से मुझे प्रशासनिक विषयों में नए अनुभवों को जानने-समझने का अवसर मिला है तथा पार्टी के कामकाज में भी उनका सहकार व सहयोग मेरे लिए अमूल्य है. भाजपा के राष्ट्रीय अध्यक्ष श्री जगत प्रकाश नड्डा जी का सहयोग व मार्गदर्शन भी मेरे लिए अटूट रहा है।

मेरे त्यागपत्र से गुजरात में पार्टी के नए नेतृत्व को अवसर मिलेगा तथा हम सब एकजुट होकर माननीय प्रधानमंत्री जी के नेतृत्व में गुजरात की इस विकास यात्रा को नई उर्जा, नए उत्साह, नए नेतृत्व के साथ आगे लेकर जायेंगे.

તેઓ ગુજરાતીમાં પણ આ ભાષણ આપી શક્યા હોત પરંતુ હિન્દીમાં જ કેમ આપ્યું તે સવાલ લોકોને થઇ રહ્યો છે. તેની પાછળના કારણો તપાસીએ

તેમને ભાષણ લખીને આપ્યું, બોલવાનું જ હતું?

તેમના ભાષણમાં જે શબ્દો ઉપયોગમાં લેવાયા છે તેવા શબ્દો કોઇપણ ગુજરાતી ભાષી ખાસ ઉપયોગ કરતા નથી. આ પત્ર કોઇ હિન્દી ભાષી લોકોના સહકારથી તૈયાર કરાયો હોય તેવું લાગે છે. હાલમાં પાર્ટીના સંગઠન મહામત્રી રત્નાકર અને પ્રભારી ભૂપેન્દ્ર યાદવ બન્ને હિન્દીભાષી છે. તેમણે આ પત્ર તૈયાર કરવામાં મદદ કરી હોય તેવું લાગે છે. એવું પણ હોઇ શકે કે તેમને આ પત્ર તેમને તૈયાર જ કરીને આપવામાં આવ્યો હોય.
 
આખા દેશમાં આ ખબર ફેલાવવાની હોય

બીજુ એક કારણ એ છે કે તેમના રાજીનામાની ખબર આખા દેશમાં એકસાથે ફેલાવાની હોય. તેની પાછળનું કારણ શું છે તે સમજાવવાનું હોય. તે કારણે તેમને હિન્દીમાં જ ભાષણ આપ્યું હોય.

વાંરવાર ન બોલવું પડે

મુખ્યમંત્રીના રાજીનામાના ન્યૂઝ ખૂબ મોટા હોય છે. એટલે રાષ્ટ્રીય સ્તરના મીડિયા પત્રકારો પણ તેમને હિન્દીમાં બોલવાનો આગ્રહ જરૂર કરે. એટલે એકવાર ગુજરાતીમાં બોલ્યા પછી ફરીથી હિન્દીમાં ન બોલવું પડે તે માટે પણ હિન્દીમાં બોલ્યા હોઇ શકે છે.

જોકે, જે કોઇ પણ કારણ હોય પરંતુ ખુરશી છોડતી વખતે પોતાની ભાષા પણ તે સમય માટે છોડવી પડે તે ખૂબ જ મૂંઝવણભર્યું હોઇ શકે છે. તે મૂઝંવણનો સામનો વિજયભાઇએ સરસ રીતે કર્યો હતો. તેમના ચહેરા પર થોડીક નારાજગી સાથે હળવાશ પણ દેખાતી હતી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp