પોરબંદરની બેઠક જીતવી કોંગ્રેસ માટે વધારે મુશ્કેલ કેમ બનશે?

PC: oneindia.com

લોકસભા 2024ની ચૂંટણીમાં મહાત્મા ગાંધીના જન્મ સ્થળ પોરબંદર પરથી ભાજપે મનસુખ માંડવિયાને મેદાનમાં ઉતાર્યા છે તો કોંગ્રેસે લલિત વસોયાને ટિકિટ આપી છે. પોરબંદરની બેઠક 1977માં અસ્તિત્ત્વમાં આવી હતી. અત્યારે લગભગ 17.50 લાખ મતદારો છે. જેમાં 9 લાખ પુરુષો અને 8 લાખ મહિલાઓ છે.

1980 અને 1984માં આ બેઠક કોંગ્રેસે જીતેલી. પોરબંદરમાં મેર અને ખારવાની વસ્તી વધારે છે. પોરબંદર બેઠકમાં જૂનાગઢ અને રાજકોટના પણ ઘણા ગામો આવે છે, જેમાં સૌથી વધારે વસ્તી પાટીદારોની છે અને પાટીદાર સમાજ પર ભાજપનું વર્ચસ્વ છે.

2019માં ભાજપના ઉમેદવાર રમેશ ધડૂક કોંગ્રેસના ઉમેદવાર લલિત વસાયો સામે 2 લાખ મતથી જીત્યા હતા. કોંગ્રેસને આ વખતે વધારે મુશ્કેલી પડશે તેનું કારણ એવું છે કે, હજુ થોડા દિવસો પહેલાં જ પોરબંદરના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા અને તેમની સાથે કોંગ્રેસી કાર્યકરોની મોટી ફોજ પણ ગઇ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp