આ વખતની મોદી સરકારમાં સી આર પાટીલને મંત્રી પદ મળશે?

સી આર પાટીલ જ્યારથી ગુજરાતના પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારથી તેમણે ભાજપ માટે પ્રોત્સાહિક કામગીરી કરી છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં તેમણે ભાજપને ઐતિહાસિક જીત અપાવી અને ભાજપ 182માંથી 156 બેઠકો જીતી શક્યું. સી આર પાટીલ પોતે 3 ટર્મથી સાસંદ હતા અને આ વખતે ચોથી ટર્મમાં પણ સારી એવી લીડ સાથે જીત્યા.

ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જ્યારે તેમની ટર્મ જૂન 2023માં પુરી થઇ ત્યારે એવું માનવામાં આવતું હતું કે પાટીલને રાષ્ટ્રીય અધ્યક્ષ અથવા મોદી સરકારમાં મંત્રી પદ મળી શકે છે., પરંતુ, એવું બન્યું નહીં. લોકસભા 2024ની ચૂંટણી આવતા તેમને ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે ચાલુ રખાયા. લોકસભા 2024માં સી આર પાટીલે 26માંથી 25 બેઠકો જીતાડવામાં ભારે યોગદાન આપ્યું છે. એટલે આ વખતે તેમને મોદી સરકારમાં સ્થાન મળી શકે છે એવી શક્યતાઓ વધી ઉજળી બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp