શું સી આર પાટીલના આરોગ્યને ધ્યાનમાં રાખીને મંત્રાલયને અપાશે?

PC: odishabytes.com

ગુજરાતના રાજકારણમાં અત્યારે એવી ચર્ચા શરૂ થઇ છે કે શું સી આર પાટીલને જે પી નડ્ડા નડશે? જે પી નડ્ડાને ગુજરાત કોટામાંથી રાજ્યસભા સાંસદ બનાવાયા પછી એવું માનવામાં આવી રહ્યું છે કે, નડ્ડાને કેન્દ્રમાં મંત્રી પદ મળી શકે છે. ગુજરાત કોટામાંથી એસ જયશંકર અત્યારે વિદેશ મંત્રી છે અને નડ્ડાને મંત્રી બનાવાયા પછી ગુજરાત બહારના 2 મંત્રી થઇ જાય. એવા સંજોગોમાં ગુજરાતમાંથી એક મંત્રી કપાઇ શકે છે. તો કદાચ સી આર પાટીલને મંત્રી પદ ન મળે, પરંતુ રાજકારણના જાણકારોનું માનવું છે કે, સી આર પાટીલની પ્રતિષ્ઠા અને હોદ્દો જળવાઇ રહે તેનું ભાજપ ધ્યાન રાખશે.

સી આર પાટીલની તબિયત નબળી ચાલી રહી છે એ વાતનું ધ્યાન રાખીને તેમને એવું મંત્રાલય ફાળવવામાં આવી શકે છે કે જેમાં વધારે જવાબદારી ન હોય. તેમને ફરી ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવવાની શક્યતા ઓછી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp