શું ભાજપમાં આવેલા જવાહર ચાવડા ફરી કોંગ્રેસમાં કૂદકો મારશે?
ભાજપાં ભંગાણની શરૂઆત સૌરાષ્ટ્રથી થઇ ગઇ હોય તેવું લાગે છે. તાજેતરમાં IFFCOની ચૂંટણીમાં જયેશ રાદડીયા, દિલીપ સંઘાણી સામે સી આર પાટીલનો વિવાદ સામે આવ્યો હતો. હવે પોરબંદરના ભાજપના સાંસદ મનસુખ માંડવિયા અને સૌરાષ્ટ્રના ભાજપના દિગ્ગજ નેતા જવાહર ચાવડાનો વિવાદ સામે આવ્યો છે.
પોરબંદરના વંથલીમાં એક અભિવાદન સમારોહમાં મનસુખ માંડવિયાએ નામ વગર કહ્યું હતું કે, ભાજપનો જે કાર્યકર પોતાની પાછળ ભાજપનો સિમ્બોલ લગાવતો હોય તેણે ભાજપનું જ કામ કરવું જોઇએ. આ વાતથી જવાહર ચાવડાને એવું લાગ્યું કે માંડવિયાએ મારા વિશે કહ્યું છે.
તેમણે એક વીડિયો જારીને કહ્યું કે, મનસુખ ભાઇ તમારામાં ત્રેવડ હોય તો આ વાત ચૂંટણી પહેલાં બોલવી જોઇતી હતી. રાજકારણના જાણકારોનું કહેવું છે કે, જવાહર ચાવડા ભાજપ છોડીને ફરી કોંગ્રેસમાં ચાલ્યા જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp