શું સુરત હવાઈમથકનું નામ નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ થઇ જશે? કોણે કરી માગ?

PC: twitter.com

વર્ષ 2024માં સુરત એરપોર્ટનું નામ બદલીને શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ થઇ જાય તો નવાઇ નહીં. એનું કારણ એવું છે કે 17 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરવા આવી રહ્યા છે તે પહેલા સુરત એરપોર્ટ એક્શન કમિટીએ પ્રધાનમંત્રી ઓફીસ (PMO) અને અમિત શાહને પત્ર લખીને માંગ કરી છે કે સુરત એરપોર્ટનું નામ બદલીને શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરી દેવામાં આવે.

પત્રમાં લખવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સુરતને સૌથી ઝડપથી વિકસતા ચોથા નંબરના શહેર તરીકે વિકાસ કરવામાં  મોટુ યોગદાન આપ્યું હતું. તેમના શાસનમા જ સુરતમાં ડાયમંડ બુર્સ બનાવવાનો વિચાર ઉજાગર થયો હતો. તમે સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ આપી રહ્યા છો. તમે સુરતને આગળ લાવવા માટે ઘણી મહેનત કરી છે એટલે એરપોર્ટનું નામ નરેન્દ્ર મોદીના નામ સાથે હોવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp