શું ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ થશે? 5 નવા મંત્રી બની શકે છે

PC: twitter.com

ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બન્યાને એક વર્ષ પુરુ થઇ ગયું છે અને ઘણા વખતથી એવી ચર્ચા ચાલે છે કે મંત્રી મંડળનું વિસ્તરણ થશે. ફરી એક વાર એવી ચર્ચા શરૂ થઇ છે કે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં 5 નવા મંત્રીઓનો સમાવેશ થઇ શકે છે, બે- ત્રણ મંત્રીઓ બહાર પણ થઇ શકે છે અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા એક ધારાસભ્યને મંત્રી પદ મળી શકે છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જ્યારે CM તરીકે જાહેર કરવામાં આવ્યા ત્યારે તેમના મંત્રી મંડળમાં કુલ 16 મંત્રીઓએ શપથ લીધા હતા. જેમાં 8 કેબિનેટ મંત્રી અને 8 રાજ્યકક્ષાના મંત્રી. એ પહેલા વિજય રૂપાણીની સરકારમાં કુલ 25 મંત્રીઓ હતા. હવે એ વાતની પણ ચર્ચા જોરશોરથી છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરંબંદરના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા ભાજપમાં સામેલ થઇ શકે છે અને તેમને ક્યાં તો રાજ્યમાં મંત્રી બનાવવામાં આવી શકે છે અથવા રાજ્યસભા સાંસદ બનાવીને કેન્દ્રમાં મંત્રીનું સ્થાન આપવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp