‘ચલી ચલી રે પતંગ મેરી ચલી..’ જાણો આ ઉત્તરાયણ પવન સાથ આપશે કે કેમ?

PC: scroll.in

ઉત્તરાયણના તહેવારને હવે એક સપ્તાહ જેટલો સમય બચ્યો છે, ત્યારે પતંગ રસિયાઓમાં અત્યારથી જ તેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પતંગ ચગાવવાની વાત થાય અને ગુજરાતનો ઉલ્લેખ ના કરવામાં આવે, તે કંઈ રીતે શક્ય બને? ગુજરાતમાં પણ ઉત્તરાયણની શાનદાર ઉજવણી કરવામાં આવતી હોય છે. જો કે અનેક વખત ઉત્તરાયણમાં પવન સાથ ના આપતા પતંગરસીયાઓને નિરાશ થતા જોવા મળે છે. જો કે આ વખત ઉત્તરાયણે પવન કેવો રહેશે? તો ચાલો તમને જણાવીએ...

ઉત્તરાયણના તહેવારમાં અદ્દલ ગુજરાતી મિજાજ જોવા મળે છે. જેમાં પતંગરસીયાઓ મોડી રાત સુધી ધાબે પતંગ ચગવતા જોવા મળી રહે છે. પતંગચાહકો પણ ઈચ્છે છે કે, આ વખતે પવન પરેશાની ઉભી ના કરે.

જો કે ગુજરાતીઓએ નિરાશ થવાની જરુર નથી. એક્યુવેધર નામની એપ્લિકેશનના જણાવ્યા મુજબ, આ વખતે ઉત્તરાયણમાં પવન 13 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ફૂંકાશે. સામાન્ય રીતે જોઈએ તો, પતંગ ચગાવવા માટે પવનની ગતિ 8 થી 10 કિલોમીટર પ્રતિ કલાકની હોવી આવશ્યક છે. આથી હવે પતંગરસિયાઓ હવાની હેરાનગતિ વિશે વિચારવાનું છોડો અને તૈયાર થઈ જાવ....

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp