રાજકોટમાં મહિલા ASI અને પોલીસ કોન્સ્ટેબલની આત્મહત્યા, આ કારણે કરી હોવાની શક્યતા

PC: news18.com

રાજકોટમાં એક પોલીસ કોન્સ્ટેબલ અને મહિલા ASI વચ્ચેના કથિત પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ થયો છે. બંનેએ આત્મહત્યા કરી લીધી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ બંનેની આત્મહત્યા પાછળનું કારણ બંને વચ્ચેનું પ્રેમ પ્રકરણ હોઇ શકે છે. તેમની નજીકના લોકો મુજબ પ્રેમ પ્રકરણમાં જ બંનેએ આપઘાત કર્યો હોવાની શંકા છે.

મળતી માહિતી અનુસાર, રાજકોટના નવા 150 ફૂટ રોડ પર મારૂતિના શો રૂમ પાછળ આવેલા પંડિત દિનદયાળનગરમાં ASI ખુશ્બુ રાજેશભાઇ કાનાબાર અને પોલીસ કોન્સ્ટેબલ રવિરાજ સિંહ અશોક સિંહ જાડેજાએ આપઘાત કરી લીધો છે. સૂત્રો મુજબ તેમણે સવારે આત્મહત્યા કરી હતી. પોલીસે જો કે હજી આ મામલે કોઇ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. પોલીસ કોન્સ્ટેબલ રવિરાજ સિંહ મવડી પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા હતા જ્યારે ખુશ્બુ કાનાબાર આવાસ યોજનાના રૂમ નંબર 402માં રહેતાં હતાં.

ઘટનાની જાણ થતાં પોલીસનો એક કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને તપાસ શરૂ કરી છે. પોલીસને હજી કોઇ સ્યૂસાઇડ નોંધ મળી નથી. ખુશ્બુ અને રવિરાજના પરિવારજનો અને મિત્રો આત્મહત્યા થઇ તે સ્થળે પહોંચ્યા છે. પરિવાર શોકમાં છે અને હજી કોઇ નિવેદન આપી શક્યા નથી.

મળતી માહિતી અનુસાર, ખુશ્બુ અને રવિવાજના મૃતદેહો પાસેથી એક રિવોલ્વર મળી આવી છે. મૃતક ખુશ્બુ અને રવિરાજ સિંહ રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં સાથે ફરજ બજાવતા હતા. આ મામલે પોલીસે પોસ્ટમોર્ટમની કાર્યવાહી સંપન્ન કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp