માતાએ પોતાના 11 વર્ષના પુત્ર સાથે દીક્ષા લીધી, ખુશીથી ખૂબ રડી, વીડિયો વાયરલ
જૈન સમુદાયમાં, જ્યારે કોઈ વ્યક્તિ દીક્ષા લેવાનું નક્કી કરે છે ત્યારે તેના તે નિર્ણયને ખૂબ સન્માન આપવામાં આવે છે. આ કરવા માટે, તેઓએ જૈન દેવતાઓના ઉપદેશોનું પાલન કરવું પડશે અને વિશ્વની સૌથી પ્રાથમિક જરૂરિયાતો, જેમ કે એર કંડિશનર, પંખા, પથારી, ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય આધુનિક વસ્તુઓનો પણ ત્યાગ કરવો પડતો હોય છે.
ભારતમાં વસતા જૈન સમાજના સેંકડો લોકો સાધુ બનીને ભૌતિક જગતનો ત્યાગ કરી રહ્યા છે. દીક્ષા લીધા પછી, તેઓ ઉઘાડા પગે ચાલે છે, ભિક્ષા તરીકે જે મળે છે તે જ ખાય છે અને એર કંડિશનર અને અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જેવી આધુનિક તકનીકનો ઉપયોગ કરતા નથી.
તાજેતરમાં જ બિઝનેસમેનની પત્ની 30 વર્ષની સ્વીટીએ પણ દીક્ષા લીધી હતી. તેનો પતિ મનીષ કર્ણાટકમાં બિઝનેસમેન છે. તેમની સાથે તેમનો 11 વર્ષનો પુત્ર હૃદન પણ સાધુ બની ગયો છે. દીક્ષા લીધા પછી તેમને નવા નામ મળ્યા. સ્વીટીનું નામ ભાવશુદ્ધિ રેખા શ્રીજી અને પુત્રનું નામ હિતૈષી રતનવિજયજી રાખવામાં આવ્યું છે.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, તેમના એક સંબંધી વિવેકે જણાવ્યું કે જ્યારે ભાવશુદ્ધિ રેખા શ્રીજી જયારે ગર્ભવતી હતા, ત્યારે તેણે સાધુ બનવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે તેણે એ પણ નક્કી કર્યું હતું કે, તેનું બાળક પણ તેના પગલે ચાલશે અને જૈન સાધુ બનશે.
તેમના પુત્રનો ઉછેર એ સમજ સાથે થયો હતો કે તે સાધુ જીવનમાં પ્રવેશ કરશે. ભાવશુદ્ધિ રેખા શ્રીજીનો સંકલ્પ સાંભળીને તેમના પતિ મનીષે તેને સમર્થન આપ્યું. વિવેકે કહ્યું કે મનીષ અને પરિવારના અન્ય સભ્યો 'તેના પર ખુશ અને ગર્વ અનુભવે છે.' ગુજરાતના સુરતમાં જાન્યુઆરી 2024માં માતા અને પુત્રનો દીક્ષા સમારોહ ખૂબ જ ધામધૂમથી યોજાયો હતો. બંને હાલ સુરતમાં રહે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર માતા અને પુત્રનો એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે અને તેને 10 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.
આ અગાઉ, ગુજરાતના એક શ્રીમંત જૈન દંપતીએ સાધુ બનવા માટે તેમની લગભગ 200 કરોડની સંપત્તિનો ત્યાગ કર્યો હતો. ભાવેશ ભંડારી અને તેની પત્નીએ ફેબ્રુઆરીમાં સાધુનું જીવન જીવવા માટે ઔપચારિક સમારોહનું આયોજન કર્યું હતું. આ દંપતીને એક પુત્ર અને એક પુત્રી છે, જેમણે 2022માં દીક્ષા લીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp