'મોબાઇલની લતે લીધો જીવ..', ઈન્ટરનેટ પર જોઈને ફેસ એક્સરસાઇઝ કરતી હતી છોકરી...

PC: vtvgujarati.com

આજકાલ દરેકને મોબાઇલની લત જેવી લાગી ગઈ છે. આ કારણે લોકો રોજિંદું જીવન જીવવાનું માનો કે ભૂલી જ ગયા છે. આ લત મોતનું કારણ બની રહી છે. સુરતમાં 20 વર્ષીય છોકરીએ આ લતના કારણે આત્મહત્યા કરી લીધી. પરિવાર તેની લત છોડવવા માટે સારવાર કરાવી રહ્યો હતો, પરંતુ દીકરીના આ પગલાએ બધાને તોડી નાખ્યા છે. સુરતના ગોપીપુરા વિસ્તારમાં રહેનારી વિશાખા રાણાને મોબાઇલની લત લાગી ગઈ હતી. પરિવારના લોકો તેનાથી ખૂબ પરેશાન હતા, પરંતુ તેની લત છૂટી રહી નહોતી.

મજબૂર થઈને પરિવાર તેને ડૉક્ટર પાસે લઈ ગયો. મનોચિકિત્સકે સારવાર શરૂ કરી, પરંતુ તેના પર તેનો કોઈ વધારે પ્રભાવ નજરે પડી રહ્યો નહોતો. આ દરમિયાન તે ઇન્ટરનેટના માધ્યમથી ફેસ એક્સરસાઈઝ કરવા લાગી. તેના કારણે ગળું અને મોઢું વાકું કરીને વાત કરવાની તેને આદત પડી ગઈ. આ લક્ષણોને જોઈને પરિવારજનો ગભરાઈ ગયા અને તેને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે કહ્યું કે, તેનું ફેસ તો સારો છે. ત્યારબાદ પરિવાર મનોચિકિત્સક પાસે પહોંચ્યો અને 2 મહિના સુધી દવા લીધી.

આ વાતનું પ્રમાણ આપવા માટે તેના માતા-પિતા સિવિલ હૉસ્પિટલના પોસ્ટમોર્ટમ હાઉસ બહાર ડૉક્ટરોની ફાઇલ પણ લઈને પહોંચ્યા હતા. રડતા કકળતા તેમણે જણાવ્યું કે, દીકરીને કયા પ્રકારે મોબાઇલની લત લાગી હતી. પરિવારનું કહેવું છે કે, તે ઈન્ટરનેટ પર જોઈને ફેસ એક્સરસાઈઝ કરતી હતી. તેને ફેસ વાંકો થવા લાગ્યો હતો. તેના પર અમે ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે કહ્યું કે, તે સારી થઈ જશે. મોબાઈલ વધુ જુએ છે એટલે સમસ્યા થઈ રહી છે.

તે પહેલાથી જ મોબાઈલને આદી છે. એટલે છેલ્લા 1-2 મહિનાથી તેને મોબાઈલ આપી રહ્યા નહોતા. પરિવારે કહ્યું કે, શનિવારે તે ફેક્ટ્રીમાં કામ કરવા ગઈ હતી. ત્યારે બપોરે ફરી હતી. સાંજે લગભગ 6:30 વાગ્યે તેનો ભાઈ ઓફિસથી આવ્યો હતો, તો તેણે જોયું કે, પરિવારજનો તેને હૉસ્પિટલ લઈને જઇ રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, તેણે ફાંસી લગાવી લીધી છે. હૉસ્પિટલ પહોંચવા પર ડૉક્ટરે કહ્યું કે, તેનું મોત થઈ ચૂક્યું છે. તેના આ પગલાંથી પરિવારજનો આઘાતમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp