રૂપાલા વિવાદ: ક્ષત્રિયાણીઓ જામનગરમાં ભાજપના બેનરો ફાડ્યા, ખુરશીઓ ઉછાળી

PC: divyabhaskar.co.in

ભાજપના રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપેલું તે વાતને એક મહિનાથી વધારે સમય થયો છતા હજુ ક્ષત્રિય સમાજનો ગુસ્સો શાંત થયો નથી. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વિરોધ ચાલી રહ્યો છે.

જામનગરમાં હજુ બે દિવસ પહેલાં ભાજપના લોકસભા ઉમેદવાર પૂનમ માડમની જામ જોધપુરમાં એક રેલી હતી તેમાં ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. હવે શનિવારે કાલાવડ વિસ્તારમાં ભાજપના કાર્યાલયનું ઉદઘાટન હતું. પરંતુ ક્ષત્રિયાણીઓ રણચંડી બની હતી અને ભાજપના બેનરો ફાડી નાંખ્યા હતા અને ખુરશીઓ ઉછાળી હતી ક્ષત્રિયોના વિરોધને કારણે પોલીસ અત્યારે ટેન્શનમાં આવી ગઇ છે.

ભાવનગરમાં ક્ષત્રિય સમાજના લોકોએ ભાજપ નેતા જીતુ વાઘાણીનો કાળા વાવટા બતાવીને વિરોધ નોંધાવ્યો હતો. પાટણમાં પણ ભરતસિંહ ડાભી ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કરવા ગયા ત્યારે ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp