યુથ નેશન સુરતમાં 26મીએ 2.5 કિમી લાંબો કાર્નિવલ કરશે
યુથ નેશન દ્વારા 26મી જાન્યુઆરીએ સે નો ટુ ડ્રગના સંદેશો સાથે 2.5 કિમી લાંબા કાર્નિવલનું આયોજન કરાયું છે. જેમાં 1 મોટા અને 10 નાના સ્ટેજ પર શહેરના વિવિધ પ્રતિભાશાળી કલાકારો આપશે પરફોર્મેન્સ. આ આયોજન યુથ નેશન 10 વર્ષથી કરી રહી છે.
આ અંગે માહિતી આપતા યુથ નેશનના સ્થાપક વિકાસ દોશીએ જણાવ્યું હતું કે ડ્રગથી યુવાધનને બચાવવાના લક્ષ્ય સાથે તેઓ છેલ્લા 10 વર્ષથી કાર્ય કરી રહ્યા છે. દર વર્ષે 26મી જાન્યુઆરીના રોજ સંસ્થા દ્વારા જાગૃતિ લાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ કાર્નિવલમાં જોડાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp