137 કિલો વજન ધરાવતી છોકરીએ આ સરળ ટ્રીક અપનાવી ઘટાડ્યું 60 કિલો વજન

PC: aajtak.in

વજન ઓછું કરવા માટે ડાયટ અને એક્સર્સાઇઝથી વધુ વિલ પાવરની જરૂર હોય છે. જો કોઈ વ્યક્તિ મનમાં નિશ્ચિત કરી લે તો પછી કોઈ પણ પરિસ્થિતિમાં વજન ઓછું કરીને પોતાને ફિટ બનાવી શકે છે અને તે સરળતાથી ડાયટ અને એક્સર્સાઇઝ પ્લાનને ફોલો કરી શકે છે. આવો જ એક કમાલ એક છોકરીએ કરીને બતાવ્યો છે. આ છોકરીએ પોતાનું અંદાજે 60 કિલો વજન ઓછું કરીને પોતાને ફેટ ટૂ ફિટ કરી લીધું છે. તેના જીવનમાં એક એવી ઘટના બની હતી, જેના કારણે તેને વજન ઓછું કરવાનું મન બનાવી લીધું હતું.

શું છે પૂરો મામલો?

વજન ઓછું કરનાર છોકરીનું નામ લોરેન એક્શન છે, જેની ઉંમર 30 વર્ષ છે. તે U.S.Aની રહેવાસી છે. 27 વર્ષની ઉંમરમાં લોરેનનું વજન અંદાજે 137 કિલો (300 પાઉન્ડ) હતું અને ડાયબિટીઝ, હાઇ બ્લડ પ્રેશર અને હાઇ કોલેસ્ટ્રોલની સમસ્યા તેને પહેલાથી જ હતી, તે કંઈ પણ કામ કરતા સમયે થાકી જતી હતી, ત્યાર બાદ તેને અનુભવ થયો કે, તેનું વજન હવે કંટ્રોલથી બહાર થઇ ગયું છે, તો તેને પોતાનું વજન 60 કિલો ઓછું કરી લીધું હતું. હવે તેનું વજન અંદાજે 77 કિલો છે.

 
 
 
View this post on Instagram

A post shared by Lauren Acton (@lauren_fitnessdiary)

લોરેન જ્યારે 27 વર્ષની હતી, ત્યારે તે પોતાના મિત્રોની સાથે 2019માં કેમ્પીંગ ટ્રીપ પર ગઈ હતી, ત્યાર બાદ જ્યારે ત્યાં ફિઝિકલ એક્ટીવિટી કરવામાં આવી તો લોરેન તે કરવામાં નિષ્ફળ રહી હતી. કેમ કે, તે એક્ટીવિટી કરવા માટે તેનું વજન ખૂબ જ વધારે હતું. બસ ત્યાર બાદ 2019ના શિયાળાથી તેને પોતાનું વજન ઓછું કરવાનું શરૂ કરી દીધું હતું.

આવી રહી ફિટનેસની જર્ની

લોરેને જણાવ્યું કે, તે સમયે માત્ર 27 વર્ષની હતી. આ ઉંમરમાં 137 કિલો વજન હોવાના કારણે તેની એનર્જી ઓછી થઇ જતી હતી, સાથે જ પ્રોડક્ટીવિટી પણ ઓછી થઇ ગઈ. જે ઉંમરમાં તેની એનર્જી વધુ હોવી જોઈતી હતી, તે ઉંમરમાં થોડા સમયે ચાલતા જ તે થાકી જતી હતી, ત્યાર બાદ તે એક ડોક્ટરને  મળી, જેના થકી તે બેરીએટ્રીક સર્જરી (પેટની સાઈઝ ઓછું કરનાર સર્જરી)થી બચી શકે.

ત્યાર બાદ તેને ડોક્ટરની સલાહ પર પોતાની ફિટનેસ જર્ની શરૂ કરી હતી હતી અને હવે તેને ડાયબિટીઝની સમસ્યા નથી અને બ્લડ પ્રેશર અને બ્લડ શુગર પણ એકદમ પરફેક્ટ છે. 2 વર્ષની મહેનત પછી તેનું વજન અંદાજે 77 કિલો છે અને થઇ શકે કે આ વર્ષના અંત સુધીમાં તેનું વજન 63 કિલો થઇ જાય.

 
 
 
View this post on Instagram

A post shared by Lauren Acton (@lauren_fitnessdiary)

વજન ઓછું કરવા માટે અપનાવી આ ટ્રીક

લોરેને જણાવ્યું કે, વજન ઓછું કરવા માટે અઠવાડિયામાં 4 વખત જિમ જતી હતી અને હેલ્ધી ડાયટ લેતી હતી. પોષણના વિશે વધુ માહિતી મેળવવા માટે મેં ઈન્ટરનેટથી માહિતી મેળવી હતી. જિમ જઈને હું અનેક કલાકો સુધી ટ્રેનિંગ અને કાર્ડિયો કરતી હતી. મારા માટે ડાયટ કરવું મુશ્કેલ હતું. કેમ કે, હું ખાવાની ખૂબ જ શોખીન હતી. હું નાસ્તામાં પ્રોટીન શેક, કોફી અને ફળનું સેવન કરતી હતી. તેની સાથે જ એગ વ્હાઈટ, અવોકાડો અને મધવાળા ટોસ્ટ લંચમાં લેતી હતી. ત્યાર બાદ ઘઉંના લોટથી બનેલો પિઝ્ઝા રાતે ખાતી હતી. ભૂખ લાગતા પ્રોટીન શેક પીતી હતી. જેની સાથે જ મારું વજન ધીમે-ધીમે ઓછું થતું ગયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp