હાડકાં મજબૂત બનાવવા માટે દરરોજ કરો આ 5 યોગાસન

PC: youtube.com

હાડકાં મજબૂત હોવા ખૂબ જરૂરી હોય છે. નબળા હાડકાંની સમસ્યા તમારા દરરોજના જીવનમાં ખૂબ અસર કરી શકે છે. જેનુ કમજોર હોવાના પાછળ મુખ્ય કારણ ખાવાની ખરાબ ટેવ, શારીરિક વ્યાયમની ઉણપ, કેટલીક દેવાઓનુ સતત સેવન કરવુ, વધારે ધૂમ્રપાન વગેરે કારણ હોય છે. શોધ અનુસાર, હાડકાંની નબળાઈ અને ઓસ્ટિયોપોરોસિસ, પૌષ્ટિક આહાર અને શારીરિક ગતિવિધીઓના સાથે અટકાવી શકાય છે.

હાડકાંને મજબૂત કરવા માટે યોગાસન

ત્રિકોણાસન

આ યોગાસન કરવા માટે સીધા ઉભા રહી જાઓ. પછી બંને હાથને ખભાની પહોળાઈમાં સીધા કરી લો. હવે જમણી તરફ જુકતા હાથને પગના અગુંઠા સુધી પહોચાડો અને થોડી વાર સુધી તે અવસ્થામાં રહો. હવે આ પ્રક્રિયા બીજી તરફ પણ કરે.

સેતુબંધાસન

મેટ પર સુઈ જાઓ બંને હાથને જમીન પર રાખી લો. હવે કમરના નીચા ભાગને ઉપરની તરફ ધીમે-ધીમે ઉઠાવો અને બંને સાથળને એક સાથે રાખે. શરીરના નીચલો ભાગ સ્થિર રાખો. 1-2 મિનિટ સુધી આ અવસ્થામાં રહે અને શ્વાસ છોડતા સામાન્ય થઇ જાઓ.

અર્ધમત્સ્યેન્દ્રાસન

પગના સામેની તરફ ફેલાતા બેસો. પછી ડાબો પગને મરડો અને ડાબા પગની એડીને જમણા કુલ્હા પાસે રાખો અને જમણા પગને ડાબા ઢીંચણના ઉપરથી સામે રાખો. હવે ડાબા હાથને જમણા ઢીંચણ પર રાખો અને જમણા હાથ પાછળ રાખો અને કમર, ખભો તેમજ ગરદનને જમણી તરફથી મરોડતા જમણા ખભાના ઉપરથી જુઓ. આ અવસ્થામાં લાંબો શ્વાસ લો. બીજી તરફથી પણ એક પ્રકિયાને બદલો.

વૃક્ષાસન

આ આસન કરવાથી રીઢ, કમર અને પેલ્વિક હાડકાં મજબૂત થાય છે. તમે સૌથી પહેલા સીધા ઉભા રહી જાઓ. પછી જમણો પગ ઉઠાવો અને જમણી હાથથી ઘૂંટી પકડી લો. જમણી એડીને બંને હાથની સહાયતાથી ડાબી સાથળના ઉપરના ભાગ એટલે પર રાખો. હવે જમણા પગના તળીયાથી સાથળને દબાવો અને હથેળીઓના માથાની ઉપર પ્રાર્થનાની મુદ્ધામાં જોડે. જેથી પ્રક્રિયાને બીજી તરફથી રાખો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp