એજન્સીનો પર્દાફાશ, શાકભાજીમાં ધાતુઓનું જોખમી સ્તર, ખરીદતા પહેલા તપાસો

PC: navbharattimes.indiatimes.com

જો વાત ખાવાની આવે તો, આપણે બધા સારું અને તાજુ ખાવાનું પસંદ કરીએ છીએ. એ બીજી વાત છે કે આપણને ઘરનું ખાવાનું કરતાં બહારનું ખાવાનું વધુ સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ તે એટલું જ અસુરક્ષિત છે. આવી સ્થિતિમાં, આવામાં આપણે ઓછામાં ઓછું ઘરનું ખાવાનું સંપૂર્ણપણે શુદ્ધ અને સલામત હોવાની અપેક્ષા રાખી શકીએ છીએ. પરંતુ તાજેતરમાં, એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ એન્ડ પોલિસી રિસર્ચ (EMPRI)ના સંશોધકોએ બેંગલુરુના શાકભાજી બજારો વિશે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે.

જેના પછી હવે લોકો બજારોમાંથી શાકભાજી ખરીદતા પણ ગભરાઈ રહ્યા છે. તેમને જાણવા મળ્યું છે કે, શાકભાજીની ખેતીમાં વેસ્ટ વોટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે શાકભાજીમાં હેવી મેટલ્સનું પ્રમાણ વધી ગયું છે. આ સ્તર ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન દ્વારા નિર્ધારિત મર્યાદા કરતા ઘણું વધારે છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે.

અહીં તમને જણાવી દઈએ કે, કર્ણાટકની વસ્તીનો મોટો હિસ્સો બેંગલુરુમાં રહે છે. અહીંના લોકો બેંગલુરુ અર્બન, કોલાર, ચિક્કાબલ્લાપુર, રામનગર અને બેંગલુરુ ગ્રામીણ જેવા આસપાસના વિસ્તારોમાંથી શાકભાજીના પુરવઠા પર નિર્ભર છે. એકલા હોપકોમ્સ આઉટલેટ 70 ટન શાકભાજી પહોંચાડે છે. વધુમાં, મોટાભાગની વસ્તી ટેલો અને સુપરમાર્કેટ પર આધારિત છે.

EMPRIના સંશોધકોએ એક અભ્યાસ હાથ ધર્યો હતો, જેમાં બેંગલુરુમાં વિવિધ સ્ત્રોતોમાંથી 400 શાકભાજીના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં 5 હાઈ-એન્ડ સુપરમાર્કેટ, 5 સ્થાનિક બજારો, ઓર્ગેનિક સ્ટોર્સ અને હોપકોમ્સના શાકભાજીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ શાકભાજીમાં હાજર હેવી મેટલ્સનું પ્રમાણ જાણવા માટે તેઓએ રીંગણ, ટામેટા, કેપ્સિકમ, બીન, ગાજર, લીલા મરચાં, ડુંગળી, બટેટા, પાલક અને કોથમીર સહિત 10 પ્રકારની શાકભાજીની તપાસ કરી.

આયર્નની અનુમતિપાત્ર મર્યાદા 425.5 mg/kg પર નિર્ધારિત છે, તેમ છતાં પ્રખ્યાત ઓર્ગેનિક સ્ટોરમાંથી ખરીદેલી શાકભાજીઓમાં આયર્નની માત્રા 810.20 mg/kg નોંધવામાં આવી હતી. તેવી જ રીતે, ધાણામાં 945.70 mg/kg અને પાલકમાં 554.58 mg/kg નોંધાયું હતું. હોપકોમ્સ પાસેથી ખરીદેલ શાકભાજીમાં ડુંગળીમાં 592.18 મિલિગ્રામ/કિલો આયર્ન હોય છે. તેનો અર્થ એ છે કે, શાકભાજી કોઈ પણ રીતે સલામત અને આરોગ્યપ્રદ નથી, પછી તે સુપરમાર્કેટ હોય કે સ્થાનિક દુકાનો.

જો તમે કર્ણાટકના રહેવાસી છો અને તમને કઠોળ પસંદ છે, તો ખરીદતા પહેલા તેની ગુણવત્તા પર ધ્યાન આપો. કારણ કે તેમાં સીસાનો મોટો જથ્થો મળી આવ્યો છે. અહીં તમને જણાવી દઈએ કે, સીસાને ઝેર માનવામાં આવે છે. કોઈપણ શાકભાજીમાં તેનું પ્રમાણ 0.3 મિલિગ્રામ/કિલોથી વધુ ન હોવું જોઈએ. પરંતુ સુપરમાર્કેટમાં વેચાતા કઠોળમાં 12.20 મિલિગ્રામ/કિલો લીડ મળી આવ્યું છે. જેના કારણે આ શાકભાજી તેમના માટે ખતરો બની ગઈ છે કે જેઓ નિયમિત રીતે તેનું સેવન કરે છે. આ રીતે તેને ચકાશો...

રંગ જુઓ: જો શાકભાજીનો રંગ બદલાયેલો હોય, ખાસ કરીને જો તેના પર કાળા ડાઘ હોય, તો તે ભારે ધાતુઓની હાજરીનો સંકેત છે.

રચના: ચીકણી અને ફૂલી ગયેલી શાકભાજી ખરીદવાનું ટાળો.

વિચિત્ર ગંધ: સામાન્ય રીતે આપણે શાકભાજી ખરીદતી વખતે તેને સુંઘતા નથી. પરંતુ જો તમે શાકભાજીમાં તીવ્ર ગંધ અનુભવો છો, તો પછી તેને ન ખરીદવું વધુ સારું છે.

વિચિત્ર વૃદ્ધિ: જો શાકભાજીની સપાટી પર કોઈ અસામાન્ય વૃદ્ધિ અથવા ડાઘ હોય, તો સમજવું કે તે તાજી નથી અને તેમાં ધાતુઓની ભેળસેળ છે.

શાકભાજીને ધોઈ અને તેની છાલ કાઢો: જ્યારે પણ શક્ય હોય ત્યારે, શાકભાજીને સારી રીતે ધોઈ લો અને પછી છોલી લો. આના કારણે સપાટીના દૂષણોને દૂર કરવામાં મદદ કરી શકે છે.

શાકભાજીને કુદરતની ભેટ માનવામાં આવે છે. તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી હોય છે. પરંતુ શાકભાજી ખાવાનો અર્થ એ નથી કે, માત્ર લીલા શાકભાજી જ ખાવા. હકીકતમાં, તે તમારા ખાવા માટે સલામત છે કે નહીં તે પણ એક મોટો ફર્ક પડતો હોય છે. અહીં જણાવેલી ટીપ્સની મદદથી તાજા શાકભાજીને ઓળખવાનું શીખી લો અને તંદુરસ્ત રહો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp