બાબા રામદેવની પતંજલિએ 14 ઉત્પાદનો બંધ કરી દીધા
બાબા રામદેવની કંપની પતંજલિ આર્યુવેદે 14 પ્રોડક્ટ બંધ કરી દીધી છે અને આ બાબતે સુપ્રીમ કોર્ટને પણ જાણ કરી દેવામાં આવી છે. આ એવી પ્રોડક્ટ છે જેના મેન્યુફેકચરીંગ લાયસન્સ ઉત્તરાખંડની લાયસન્સીંગ ઓથોરીટીએ એપ્રિલમાં સસ્પેન્ડ કરી દીધા હતા.
પતંજલિએ જાણકારી આપી છે કે દેશના 5606 ફ્રેન્ચાઇઝી સ્ટોર્સમાંથી આ ઉત્પાદનો પાછા મંગાલી લેવામાં આવ્યા છે.પતંજલુએ જે 14 પ્રોડક્ટ બંધ કરી છે તેમાં શ્વાસારી ગોલ્ડ, શ્વાસારી વટી,બ્રોંકોમ, શ્વાસારી પ્રવાહી, શ્વાસારી અવલેહ, મુક્તાવટી એકસ્ટ્રા પાવર, લિપીડોમ, બીપી ઝીટ, મધુગ્રીટ, મધુનાશીની વટી, લિવામૃત એડવાન્સ, લિવાગ્રીટ, પતંજલિ આઇ ડ્રોપ્સ અને આઇ ગ્રીટ ગોલ્ડનો સમાવેશ થાય છે.
પતંજલિએ સાથે એ પણ જણાવ્યું છે કે આ ઉત્પાદનોની જાહેર ખબરો પણ પાછી ખેંચી લેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp