તમારી ફેશન જ તમારા આરોગ્ય સામે જોખમ ઊભું કરી શકે છે

14 Jan, 2018
06:31 AM
PC: deviantart.net

આજની આધુનિક ફેશન એવી થઈ ગઈ છે કે જેમાં યુવતીઓ શું કરવા માગે છે તે સમજાતું નથી. ફેશનેબલ હોવું એ સારું છે, પણ વધુ પડતી ફેશન તમારા આરોગ્ય સામે જોખમ પણ બની શકે છે. વધુ પડતી ટાઇટ જીન્સ તમને કમરનો દુખાવો આપી શકે છે, ટાઇટ સ્કર્ટ સ્નાયુ ખેંચાવાનું જોખમ ઊભું કરે છે, તો હાઇ હિલ્સના કારણે યોગ્ય બ્લડ સર્ક્યુલેશન ન થવાથી કમરનો દુખાવો કાયમી થઈ જાય છે. આ ઉપરાંત ફેશનેબલ બેગ તમને સર્વાઇકલ પેનની બીમારી આપી શકે છે.